વાગરા: આલિયાબેટની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર

Views: 48
0 0

Read Time:1 Minute, 42 Second

જનરલ ઓબ્ઝર્વરે જત સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા

જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર (IAS)એ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટની મુલાકાત લીધી હતી. ૧૫૧-વાગરા વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પૂરવઠા અધિકારી મહિપતસિંહ ડોડીયાએ અહીં ઉભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણીલક્ષી સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા હતા. શ્રી કૌરે બેટવાસી મતદારો સામૂહિક મતદાન સાથે સો ટકા મતદાન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી અહીંના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. સૂપ્રિયા ગાંગૂલીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ઉપરાંત નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે, ત્યારે જનરલ ઓબ્ઝર્વરે આજે આલિયા બેટની મુલાકાત લઈ અહીં રહેતા જત સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટસમાં સર્વીસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઇ હતી

Fri May 3 , 2024
Spread the love             ઘટનના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા […]
પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટસમાં સર્વીસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઇ હતી

You May Like

Breaking News

error: Content is protected !!