વ્યાજખોરી સામે પોલીસ ઝૂંબેશને સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લાભરમાં પોલીસને 282 જેટલી અરજીઓ મળી છે. જે પૈકીની 189 અરજીઓનો નિકાલ કર્યો છે. જેમાં 12 ગુનાઓ પણ નોંધવામાં આવ્યાં છે. જ્યારે હજી 93 અરજીઓ પેન્ડિંગ છે.રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે એસપી ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં જિલ્લાભરમાં 53 જેટલાં લોકદરબાર યોજવામાં આવ્યાં છે.જેમાં લોકોને વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયાં હોય તો પોલીસ ફરિયાદ કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. જેનાથી પ્રેરિત થઇ જિલ્લાભરમાં અત્યાર સુધીમાં વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરીને લગતી કુલ 282 જેટલી અરજીઓ આવી છે. જે પૈકી 189 અરજીઓનો પોલીસે નિકાલ કર્યો છે જેમાં પણ અત્યાર સુધીમાં કુલ 12 ગુનાઓ નોંધાયાં છે.પોલીસે ફરિયાદના આધારે કુલ 13 આરોપીઓને ઝડપી પાડ્યાં છે. ત્યારે તે પૈકીના 11 આરોપીઓ હજી સબજેલમાં કેદ છે. પોલીસની ટીમો દ્વારા હજી પણ પેન્ડિગ રહેલી 93 અરજીઓનું મુ્લ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જેમાં તથ્યો તપાસી આગામી દિવસોમાં ફરિયાદ નોંધવામાં આવશે.ગરીબ-મધ્યમ વર્ગના લારી-ગલ્લા ચલાવતાં ધંધાદારીઓ સહિતના લોકો માલ-સામાન ખરીદી સહિતની જરૂરિયાતને લઇને વ્યાજખોરીના ચુંગાલમાં ફસાતાં હોઇ પોલીસે જાતે જ જિલ્લામાં અલગ અલગ 16 સ્થળે લોન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 76 જરૂરિયાતમંદોએ 1.51 કરોડથી વધુની લોન મેળવી છે.અત્યાર સુધીમાં વ્યાજખોરીની 282 જેટલી અરજીઓ થઇ છે. તમામ અરજીઓમાં પોલીસ તંત્ર દ્વારા દરેક પાસાઓની તપાસ કરાય છે. જેમાં થયેલી અરજી ખરેખર વ્યાજખોરીની છે કે પછી અન્ય કોઇ કિન્નાખોરીથી કે પછી અન્ય કોઇ લાભ લેવાના હેતુસર કરાઇ છે તે તમામ વિગતો મેળવી અરજીની તથ્યતા તપાસ્યાં બાદ ગુનો નોંધાય છે.
ભરૂચમાં 55 દિવસમાં વ્યાજખોરો સામે 282 અરજી, 189નો નિકાલ, 93 પેન્ડિંગ
Views: 76
Read Time:2 Minute, 52 Second