ભરૂચ એલ. સી. બી.એ ભરૂચ દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ નાકાથી રોકડ રૂપિયાની ચોરી કરનાર ટોલનાકા કર્મચારીને ઝડપી પાડયો
ગઈકાલે બપોર પછી ભરૂચ દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલનાકામાં ટોલ કાઉન્ટરમાંથી રોકડ રૂપિયા ચોરી કરનાર વોન્ટેડ ટોલનાકાના કર્મચારીની ભરૂચ એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ એલ.સી.બી. ના માર્ગદર્શન મુજબ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. ની અલગ અલગ ટિમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે મહિના પહેલા ભરૂચ દહેજ રોડ ઉપર આવેલ કેસરોલ ટોલનાકાના કર્મચારીઓ ટોલ કાઉન્ટરના રોકડા રૂપિયાની ચોરી કરીને નાસી ગયો હતો. જે સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો. જેથી આરોપીની ધરપકડ કરવા એલ.સી.બી. ભરૂચની ટીમ મદદમાં જોડાઈ હતી અમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે કેસરોલ ટોલનાકાના ટોક કાઉન્ટમાંથી રોકડા રૂપિયા ઉઠાંતરી કરનાર આરોપીને સાવલી, વડોદરા ખાતેથી ઝડપી પાડી એલ.સી.બી દકચેરી લાવીને તેની પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબુલ કર્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ભરૂચ તાલુકા પોલીસને સોંપવામાં આવી હતી.