Read Time:1 Minute, 16 Second
ભરૂચ તાલુકાના પગુથણ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં માછલી પકડવાની જાળમાં મહાકાય અજગર ફસાઈ જતા જીવદયા પ્રેમીઓએ તેનું રેસ્ક્યુ કરી વન વિભાગને હવાલે કર્યો હતો.ભરૂચ તાલુકાના પગુથણ ગામ પાસેથી નહેર વિભાગની કેનાલ પસાર થાય છે. જે કેનાલમાં માછલી પકડતા માછીમારોએ જાળીમાં મસમોટો અજગર જોતા જ તેઓ ગભરાઈ ગયા હતા. આ અંગે ફારુક પટેલે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટ યોગેશ મિસ્ત્રી અને જાવેદ દિવાનને જાણ કરતા તેઓ તેઓની ટીમના સંજય રાઠોડ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને જાળીમાં ફસાયેલ અજગરનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢી પકડી લીધો હતો. 10 થી 11 ફૂંટ લાંબા અને અંદાજીત 45 કિલો વજન ધરાવતા અજગરને ભરૂચના વન વિભાગની કચેરી ખાતે સોપી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.મહાકાય અજગરને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા.