ઝઘડીયા ખાતે AAPની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં ૩૦૦ થી વધુ કાર્યકરો કરણસિંહ પરમાર(લાલકો) જયદિપસિંહ પરમાર ની સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં આટલા યુવાનો જો જોડાઈ જતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ યુવાનો આપમાં જોડાયા છે.આમ આદમી પાર્ટીમાં જોડાયેલા યુવાનોએ પાર્ટી વધુ મજબૂત અને સંગઠિત બને તે માટે સંકલ્પ કર્યો હતો. દિલ્હીથી કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિન-પ્રતિદિન મજબૂત બની રહેલી AAPએ ગુજરાતમાં પોતાના પક્ષને સંગઠીત બનાવી આદિવાસી વિસ્તારમાં પણ પાયો નાખવાનું શરૂ કરતાં બે મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ – ભાજપમાં સળવળાટ શરૂ થઈ ગયો છે આ પ્રસંગે મધ્ય ઝોન, દક્ષિણ ઝોનના પ્રમુખ વિશાલ દવે, પ્રદેશ મહામંત્રી હરેશ જોગરાણા, ભરૂચ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર સિંહ રાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ભાજપના નેતા લખા ભાઈ દેસાઈના કારણે અનેક લોકોએ 17 દિવસ પહેલાં જ આપનો ખેસ ધારણ કર્યો હતો. આ તમામ લોકો રબારી સમાજના છે. જેથી તાજેતરમાં જ આપમાં જોડાયેલા ગાયક કલાકાર વિજય સુંવાળાની લોકચાહના આ વિસ્તારમાં વધારે જોવા મળી હતી. તેમણે પણ તમામ લોકોને પાર્ટીમાં જોડાવા અપીલ કરી હતી. વિજય સુંવાળાએ જણાવ્યું કે આજે અમારી પાસે પાર્ટીના ખેસ ખૂટી પડ્યા છે. લોકો પાર્ટીમાં જોડાવા તત્પર છે. 2000 થી વધુ લોકોની હજી પણ જોડાવા માંગે છે. જેનાથી સાબિત થાય છે આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો થતાં જ હરીફ રાજકીય પક્ષોની ઊંઘ હરામ થઇ ગઇ છે, ત્યારે આમ આદમી પાર્ટીના મધ્ય ગુજરાત પ્રદેશ મહામંત્રી મયંક શર્મા, મધ્ય ગુજરાત પ્રદેશ પર્યાવરણ સેલ પ્રમુખ મયંક ભટ્ટ, વડોદરા શહેર પ્રમુખ પ્રતિમાબેન સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં લોકોને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે 100થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના મધ્ય ગુજરાત પ્રદેશ મહામંત્રી મયંક શર્માએ જણાવ્યું હતું કે, હવે વધુમાં વધુ લોકો આપ સાથે જોડાવવા માગે છે. વડોદરામાં 100થી લોકોને અમે આપમાં આવકાર્યા છે અને આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા રહેશે.
ઝઘડિયાના 300થી વધુ યુવાનો AAPમાં જોડાયા; આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે કરણસિંહ પરમારની વરણી
Views: 82
Read Time:3 Minute, 12 Second