અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી માં આવેલ સાયોના ક્રોપ કેર યુનિટ બે માં નોકરી કરતા 23 વર્ષીય યુવક ગત તા 30 માર્ચ ના રોજ કંપની માંથી છૂટ્યા બાદ ગુમ થયો હતો જે યુવક નો કંપની ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા માંથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસ આરંભી હતી. 7-7 દિવસથી કંપની નજીક મૃતદેહ પડ્યો હોવા છતાં કોઈને ખબર ના પડતા પોલીસે કંપની મેનેજમેન્ટ ની પણ પૂછપરછ આરંભી હતી.બનાવની વિગતો અનુસાર મૂળ અમરેલી જિલ્લાના મોટા દેવળીયા ગામના અને હાલ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માં જલધારા ચોકડી પાસે ની સમર્થ પાર્ક સોસાયટી માં રહેતા 23 વર્ષીય અક્ષર રમેશ કાનાણી પાનોલી જીઆઇડીસી માં આવેલ સાયોના ક્રોપ કેર યુનિટ બે માં નોકરી કરે છે.તે ગત તારીખ 30 મી માર્ચ ના રોજ સાંજે કંપની માંથી છૂટ્યા બાદ ગુમ થયો હતો દરમિયાન અક્ષર કાનાણી નો મૃતદેહ કંપનીના બાજુમાં આવેલ ઊંડા ખાડામાં થી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો બનાવની જાણ અંકલેશ્વર તાલુકા.પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી એફ.એસ.એલની ટીમની મદદ વડે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી તેને ફોરેન્સિક લેબમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
સાયોન કંપનીની બાજુમાંથી યુવકનો વિકૃત મૃતદેહ મળ્યો
Views: 71
Read Time:1 Minute, 50 Second