અંકલેશ્વર ની બેઇલ કંપની લેન્ડ ફિલ્ડ સાઈડ પર કામ કરતા કામદાર જેસીબી પર થી પટકાયો હતો. કચરા અને સિવિલ સાઈડ ના સમાન માં દબાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. કંપની દ્વારા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જીઆઇડીસી પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં લેન્ડ ફિલ્ડ સાઈડ પર જેસીબી લઇ કોન્ટ્રાક્ટ માં મૂળ બિહાર અને હાલ કાપોદ્રા ખાતે રહેતા 18 વર્ષીય આઝાદ અન્સારી જેસીબી મશીન પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક જેસીબી પલટી મારી જતા તે જેસીબી પર થી નીચે પટકાયો હતો જ્યાં રહેલા સિવિલ સાઈડ ના મટીરીયલ તેમજ કચરા માં તે દબાઈ ગયો હતો.જેને સાથી કામદારો બહાર કાઢ્યો હતો જેને ગંભીર હાલતમાં કંપની મેનેજમેન્ટ દ્વારા અંકલેશ્વર ની ઓરેન્જ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે અંગે હોસ્પિટલ ના તબીબ પ્રતીક પટેલ એ જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરની બેઇલ કંપની સંકુલમાં JCB પરથી પટકાયેલા કર્મીનું મોત
Views: 80
Read Time:1 Minute, 48 Second