હાંસોટ નહેરો દ્વારા સિંચાઈ ના પાણી નાં પહોંચતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હાંસોટ સિંચાઇ વિભાગ ની કચેરી પર ખેડૂતોની ઉગ્ર રજૂઆત હતી. ખેડૂતો કચેરી પર બેસી વિરોધ નોંધાયો હતો. નહેર વિભાગ દ્વારા 5 દિવસ પૂર્વે જ પાણી ચાલુ થયું હોય હાંસોટ માં સોમવાર સુધી પાણી મળશે. ઉપર થી જ રોટેશન મોડું ચાલુ થતા આ સમસ્યા સર્જાઈ હોવાનો વિભાગે જણાવ્યું હતું.હાંસોટ માં ખેડૂતો અને નહેરો દ્વારા સિંચાઈ નાં પાણી રોટેશન મુજબ નાં મળતા હાંસોટ ની સિંચાઇ વિભાગની કચેરીએ ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોને કોઈ સંતોષકારક જવાબ ના મળતા ખેડૂતો રોષે ભરાયા છે. અને કચેરી ખાતે જ બેસી જઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડુતો દ્વારા પોતાના ઉભો પાક પાણીના મળતા સુકાઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી તેમજ અધિકારી દ્વારા યોગ્ય પ્રતિઉત્તરના આપતા હોવાની રાવ ખેડૂતો પ્રતિનિધિ સહેજાદ શેખ એ કરી હતી.હાંસોટ -અંકલેશ્વર ખાતે ની નહેર ખાતા ના નાયબ કાર્યપાલક ઈજનેર જે.સી. ચૌધરી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું. કે નહેર નુ પાણી હાંસોટ વિભાગ ને સોમવાર થી ચાલુ કરવામાં આવશે. નહેર નુ સમારકામ હતું અને ઉપરથી જ પાણી રોટેશન માં મોડું થયું છે. ખેડૂતો પર ફરિયાદ કરવાનો પ્રશ્ન જ નથી અમો ખેડૂતો સાથે સંકળાયેલા છે ખેડૂતો ની રજૂઆત સાંભળી છે. અને તેનું નિરાકરણ આવી જશે વધુ માં ઉકાઈ જમણા કાંઠા ની નહેર નો આ છેવાડા નો તાલુકો હોવાથી ત્યાં પાણી પહોંચતા મોડું થાય છે. ત્યારે ખેડૂતો ને તેના નિયત જથ્થો સોમવાર થી મળી રહે તેવા તમામ પ્રયત્નો વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
હાંસોટ પંથકમાં સિંચાઇના પાણી ન મળતાં રજૂઆત, તંત્રએ ન સાંભળતાં ગાંધીગીરી
Views: 71
Read Time:2 Minute, 25 Second