0
0
Read Time:49 Second
મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ગુજરાતના મહેસાણા ટ્રકના એન્જિન ભરીને જતી ટ્રકના ચાલક જુનેદ પઠાણ રહે હરિયાણાએ વાડીથી વાલિયા રસ્તે ડહેલી ગામના બસસ્ટેન્ડ પાસે ખોડિયાર માતાજીના મંદિર સામે વાલિયામાં સામાન્ય વરસાદ પડતાં રસ્તો ભીનો હોવાથી ટ્રક ચાલકે બ્રેક મારતા સ્લીપ થઈ રસ્તાની બાજુમાં 25 ફૂટ નીચે ખાઈમાં બે પલ્ટી મારી હતી. જેમાં જુનેદ પઠાણ અને અન્ય એક ઈસમ સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા.પલ્ટી મારતા ટ્રકમાં પાછળ ભરેલ પાંચ જેટલા એન્જિન વિખેરાય ગયા હતા.