અંકલેશ્વર નગરપાલિકાએ જર્જરિત ઈમારતોને ઉતારી લેવા નોટીસ આપી, પણ પાલિકાની કચેરી જ જોખમી

Views: 78
0 0

Read Time:1 Minute, 55 Second

અંકલેશ્વર નગરપાલિકાએ જર્જરિત ઈમારતોને ઉતારી લેવા નોટીસ આપી, પણ પાલિકાની કચેરી જ જોખમી

 

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જર્જરિત ઈમારતોને ઉતારી લેવાની નોટીસ ફટકારી છે. પરંતુ નગર પાલિકાની કચેરી જ અત્યંત જર્જરિત હાલતમાં છે. તેને નોટીસ કોણ આપશે તે એક મોટો પ્રશ્ન લોકો કહી રહ્યાં છે.

ચોમાસુ આવે ત્યારે નગરપાલિકા દ્વારા નગરની જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માટેની નોટીસ ફટકારવામાં આવે છે. જેથી આ ઈમારતો ધરાશાયી ન થાય અને અન્ય મિલકત કે જાનમાલને નુકસાન ન થાય. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ નગરની 260 થી વધુ ઈમારતોને નોટીસ ફટકારી છે. જો કે જોવા જેવી બાબત એ છે કે અંકલેશ્વર નગરપાલિકાની કચેરી જ અત્યંત જર્જરિત હાલતમાં છે. અને ચોમાસા દરમિયાન આ કચેરી પણ પાણીથી ભરાઈ જાય છે. અનેક ઓફિસમાં પાણી ટપકે છે.

ઉપરાંત અત્યંત જુનું બાંધકામ હોવાથી ઓફિસમાં પોપડા પણ ઉખાડવા માંડે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ કચેરીને ઉતારી લેવા માટે નોટીસ કોણ ફટકારશે? વિપક્ષના નેતા જહાંગીર પઠાણે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નગરજનોને સમારકામ કરવા માટે નોટીસો આપવી જોઈએ. પરંતુ સત્તાધીશો ભ્રષ્ટાચાર કરવામાંથી જ ઊંચા નથી આવતા. નગરપાલિકાએ નગરજનોની સવલતો ઉભી કરવી જોઈએ તેના બદલે તેઓ લોકોને હેરાન કરી રહ્યાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ આડેધડ ખોદકામની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ

Sun Jun 20 , 2021
Spread the love             અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ આડેધડ ખોદકામની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં નગર પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ આડેધડ ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોની ડ્રેનેજ લાઇનનો તૂટી જતાં રહીશો રોષે ભરાયા હતા.   અંકલેશ્વર […]

You May Like

Breaking News

error: Content is protected !!