Read Time:2 Minute, 59 Second
મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાં પત્નીના મોત બાદ પતિએ પત્નીનું મંદિર બનાવી દીધું. ઘરની બરાબર બહાર બનાવેલ આ મંદિરમાં દિવંગત પત્નીની ત્રણ ફૂટ ઊંચાઈની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. રોજ પુત્ર પોતાની માતાનું અહીં દર્શન કરીને શાંતિ મેળવે છે. સાંપખેડા ગામના રહેવાસી વણજારા સમાજના નારાયણસિંહ રાઠોડ પોતાની પત્ની, પુત્રો અને પરિવાર સહિત રહેતો હતો. પરંતુ કોરોના કાળની બીજી લહેર દરમિયાન ગીતાબાઈ તબિયત બગડવા લાગી. પરિવારજનોએ ટ્રીટમેન્ટ
કરાવી તો જાણવા મળ્યું કે ગીતાબાઈનું બ્લડ પ્રેશર વધી રહ્યું છે. ગીતાબાઈના પુત્ર સંજય ઉર્ફે લક્કી રાઠોડે જણાવ્યું કે સારા સારા ડૉક્ટરોને દેખાડવા છતા ગીતાબાઈનો જીવ બચાવી શકાયો નહીં અને ૨૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ તેનું નિધન થઈ ગયું.હંમેશાં માતાના છાયામાં રહેતા પુત્રની માતાની અછતને સહન કરી શકતા નહોતા. એવામાં પિતા નારાયણ સિંહ સાથે વિચાર વિમર્શ બાદ પિતા અને પુત્રોએ મળીને ગીતાબાઈની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો. લક્કીએ જણાવ્યું કે માતાના મોત બાદ આખું પરિવાર તૂટી ગયું હતું. એવામાં બધાએ માતાની પ્રતિમા બનાવવાનો નિર્ણય લીધો. જેના કારણે માતાના નિધન બાદ ત્રીજા કાર્યક્રમવાળા દિવસે જ ૨૯ એપ્રિલના રોજ તેની પ્રતિમા બનાવવાનો ઓર્ડર આપી દીધો.ે દોઢ મહિના બાદ પ્રતિમા બનીને તૈયાર થઈ જેને ઘરે લઈ આવ્યા.લક્કીએ જણાવ્યું કે માતાની પ્રતિમા બનાવ્યા બાદ જ્યારે પ્રતિમા ઘરે આવી તો એક દિવસે પ્રતિમા ઘરમાં રાખી. આ દરમિયાન ઘરથી બરાબર બહાર મુખ્ય દરવાજા નજીક સ્થાપના માટે ચબૂતરો બનાવવામાં અવ્યો. બીજા દિવસે વિધિવત પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. હવે રોજ સવારે ઉઠતા જ પોતાની માતાને પ્રતિમાના રૂપમાં જોઈ લઉં છું. હવે મા માત્ર બોલતી નથી પરંતુ દરેક સમયે મારા અને આખા પરિવાર સાથે ઉપસ્થિત રહે છે. બેરછા રોડ સ્થિતિ ગ્રામ સાંપખેડામાં મુખ્ય માર્ગથી ગીતાબાઈની પ્રતિમાનું મંદિર નજરે પડે છે. આ મંદિરમાં પ્રતિમાને રોજ પરિવારજનો સાડી ઓઢાવીને જ રાખે છે.