0
0
Read Time:1 Minute, 8 Second
આગામી સપ્તાહમાં દિવાળી પર્વની શરૂઆત થઇ રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં લોકો દિવાળીના આગમન પહેલાં બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે. ત્યારે આવા સમયમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા કોઇ અનિચ્છનિય બનાવને અંજામ આપવામાં ન આવે તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે.ભરૂચ શહેર જિલ્લામાં આંતરિક તેમજ જિલ્લામાં પ્રવેશતા માર્ગો પર ખાસ વાહન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં દિવાળીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. શહેરોમાં મોડે સુધી દુકાનો ખુલ્લી દેખાવા સાથે લોકોની મોડી રાત્રી સુધી ચહલ પહલ જોવા મળી રહી છે. કોરોનાના કારણે ગત વર્ષે દિવાળીનો તહેવાર નિરસ રહ્યો હતો. જોકે, આ વર્ષે લોકોમાં દિવાળીને લઇને અનેરો ઉમંગ દેખાઇ રહ્યો છે.