ભરૂચ તાલુકાની નિકોરા બેઠક માટે મતદાન થોડું ઉત્સાહજનક રહ્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી કુલ 7625 મતદારો પૈકી 2998 એ મતદાન કરતા ટકાવારી 39.32 ટકા નોંધાઇ હતી. નિકોરા બેઠક માટે કુલ સરેરાશ મતદાન 55 % ને પાર કરી જાય તેમ લાગી રહ્યું છે.આજરોજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 10 તેમજ નિકોરા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે મતની ગણતરીઓ કરવામાં આવી હતી જેમાં નિકોરા બેઠકમાં ભાજપ ઉમેદવાર રેવાબેન કલ્પેશભાઈ પટેલની 1375 મતથી વિજેતા બન્યા હતા. ભાજપ ઉમેદવારની જીતથી સમર્થકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.ભરૂચ તાલુકા પંચાયત અને પાલિકાની ફેબ્રુઆરીમાં જ ચૂંટણી યોજાઇ હતી. જેમાં નિકોરા બેઠક પર વિજેતા ધર્મિષ્ઠાબેન પટેલ તેમજ ભરૂચ પાલિકાના વોર્ડ 10 માંથી વિજેતા અસ્મા ઇકબાલ શેખનું કોરોનાને કારણે મોત થતાં બંને બેઠકો ખાલી પડી હતી. ચૂંટણી આયોગની સૂચનાથી બંને બેઠકોની રવિવારે પેટા ચૂંટણી યોજાઇ હતી. સાંજે 5 વાગ્યા સુધી 16,506 મતદારો પૈકી 5464 લોકોએ કુલ 33.10 ટકા મતદાન કર્યું હતું.
ભરૂચ તાલુકાની નિકોરા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત…
Views: 81
Read Time:1 Minute, 35 Second