0
0
Read Time:1 Minute, 7 Second
અંકલેશ્વર નેશનલ હાઇવે પર અંસાર માર્કેટ પાસે આગળ ચાલતી ટ્રક સાથે લક્ઝરી બસ ભટકાઈ જતા બસ ચાલક સહિત 3ને ઇજા પહોંચી હતી. લક્ઝરી બસ ચાલક સહિત ત્રણ મુસાફરોને નજીવી ઇજા હતી. બસ ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર અંસાર માર્કેટ સામે ગત રાત્રી ના અરસામાં આગળ ચાલતી ટ્રક ની પાછળ લક્ઝરી બસ અથડાતા બસ ચાલક ત્રણને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અંસાર માર્કેટ સામે હાઇવે પર સુરત તરફ જતી લક્ઝરી બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતી ટ્રક ની પાછળ અથડાઈ હતી. અકસ્માતમાં લક્ઝરીના ચાલક સહીત 3 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.