થોડા સમયના વિરામ બાદ ફરી એસીબીએ રાજ્યમાં સપાટો બોલાવવાનો શરુ કર્યો હોય તેમ આજે વધુ એક લાંચિયા બાબુને એસીબીએ ઝડપી પાડ્યો છે, આ કેસમાં એ.સી.બી.ને હકિકત મળેલ કે મોરબી સીટી મામલતદાર કચેરીમાં વારસાઇ નોંધ પ્રમાણિત કરી આપવાના કામમાં ગેરકાયદેસર રીતે રૂપીયા 1000 થી 2000 સુધીની માંગણી કરી સ્વીકારી અને ન આપે તો યેનકેન પ્રકારે નોંધ કરતા નથી. જેથી આ બાબતે ડિકોય અર્થે સહકાર માંગતા ડિકોયરએ સહકાર આપેલ અને આજરોજ ગોઠવવામાં આવેલ ડિકોય દરમ્યાન આરોપી જે સીટી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે તે જુવાનસિંહ રતનસિંહ ખેરે ડિકોયરના અસીલની વારસાઇ નોંધ કરવા માટે ડિકોયર પાસે રૂા.1,000/-ની લાંચની માંગણી કરી, સ્વીકારી, ડિકોય દરમ્યાન ઝડપાઇ જઇ લાંચની રકમ રીકવર થઇ છે.આ કાર્યવાહી એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એચ. કે.ગઢવી સહિતની ટીમે કરી હતી.
વારસાઈ નોંધ પ્રમાણિત કરવા 1000ની લાંચ લેતા સર્કલ ઓફીસર ઝડપાયો
Views: 76
Read Time:1 Minute, 19 Second