ભરૂચ જિલ્લા અને ગુજરાત ભરમાં નામના મેળવેલ સંગ એ ગુજરાત ન્યુઝ ચેનલ પોતાની એક આગવી પ્રતિષ્ઠા ધરાવતી ન્યુઝ ચેનલ છે. છેલ્લા એક વર્ષથી સંગ એ ગુજરાતનાં માલિક અને એડિટર એવા ફારૂક દિવાને પણ ચેનલને પોતાની ઉચ્ચાઈઓ પર લઈ જવા માટે તનતોડ મહેનત કરી પોતાની ચેનલ આજે લોકોનાં દિલમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. આજરોજ સંગ એ ગુજરાત દ્ધારા પોતાની ચેનલને એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંગ એ ગુજરાતનાં માલિક, એડિટર ફારૂક દિવાનનો પણ જન્મ દિવસ હોવાથી એકકી સાથે બન્ને કાર્યક્રમનું એક સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.ભરૂચ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી અગ્રેસર રહી હંમેશા પ્રજાના અવાજને લોકોનાં ઘર ઘર સુધી પહોંચાડનાર ફારૂક દિવાન દ્ધારા પોતાની બર્થ ડે અને ચેનલને એક વર્ષ પૂર્ણ કરવાની અનેરી ખુશી જોવા મળી હતી. તા.૧પ/૦૯/ર૦ર૦ના રોજ સંગ એ ગુજરાતે પોતાની શરૂઆત કરી હતી જેને જોત જોતામાં એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરી પોતાની નામના મેળવી હતી. આ પ્રસંગે સંગ એ ગુજરાતના એડીટર અને ઓનર એવા ફારૂક દિવાનએ પોતાની પાંચબત્તી ખાતે આવેલ ઓફીસનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજીક આગેવાન અબ્દુલ કામઠી, મૌલાના ઈરફાન આછોદી, મૌલાના ઈમરાન, પત્રકાર એકતા સંગઠનના ભરૂચ તાલુકા પ્રમુખ મનોજ ખંભાતા, તેમજ ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ સમીમ પટેલ, તેમજ ભરૂચ, વાગરા, આમોદ અને અંકલેશ્વરનાં પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી આ ખુશીમાં સહભાગી બન્યા હતા.સંગ એ ગુજરાત ચેનલ અને ફારૂક દિવાનનો આજે જન્મ દિવસ હોય સિવિલ હોસ્પિટલ પાસે આવેલ સેવા યજ્ઞ સમિતિ ખાતે ફારૂક દિવાન દ્ધારા જરૂરીયાતમંદ લોકોને ફ્રૂટ વિતરણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે ફારૂક દિવાન તેમજ તેમના નજદીકના લોકો સાથે મળી આ સેવાનો લાભ લીધો હતો. પોતાની ચેનલ એવી સંગ એ ગુજરાતને એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે ફારૂક દિવાને જણાવ્યું હતું કે, જીંદગીમાં મહેનત અને લોકોની મદદથી આ બુલદી પર પહોચ્યો છુ. જે પણ આજે હું અને મારી ચેનલ જે બુલદીઓ પર છે તે મારા પરિવાર અને નજદીકના લોકોની દુઆ અને સાથ સહકારથી છે. જે લોકો આ પ્રસંગે મારી સાથે ઉભા રહયા હતા અને પોતાની શુભકામનાઓ ફોનથી પણ પાઠવી છે તે તમામનો દિલથી આભાર.