કોરોના મહામારીને મ્હાત આપવા વેક્સિનેશન મહત્વનું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 38.37 ટકા લોકોએ કોરોનાની વેેક્સિનનો પ્રથમ અને 88.06 ટકા લોકોએ સેકન્ડ ડોઝ લીધો છે. જિલ્લામાં થયેલી વેક્સિનેશનની કામગીરીને પગલે એક સમયે 23માં નંબરે રહેલો ભરૂચ જિલ્લો હાલમાં વેક્સિનેશન કરવામાં રાજ્યમાં 10 ક્રમે પહોંચ્યો છે.છેલ્લાં 29 દિવસથી ભરૂચ જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. જેના પગલે હાલમાં ભરૂચ જિલ્લો કોરોનામુક્ત જિલ્લો બન્યો છે. જોકે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર વધુ ઘાતક હોવાની શક્યતાઓને લઇને વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગે આગોતરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવતાં અત્યાર સુધીમાં જિલ્લાના 12.15 લાખ લોકો પૈકી 10.13 લાખ લોકો એટલે કે 83.37 ટકા લોકોએ વેક્સિનેશનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે સેકન્ડ ડોઝમાં સમાવાયેલાં 3.58 લાખ લોકો પૈકીના 3.15 એટલે કે 88.06 ટકા લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે. જિલ્લાની વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ મળતાં રાજ્યમાં ભરૂચ જિલ્લો વેક્સિનેશનમાં 10માં ક્રમાંકે પહોંચ્યો છે.વેક્સિનેેશનની પ્રક્રિયા સુમેળપણે પુર્ણ થઇ શકે તે માટે જિલ્લામાં 178 કેન્દ્રો ઉભા કરાયાં છે. જેમાં આરોગ્ય વિભાગના 1070 કર્મીઓની 258 ટીમો તબક્કાવાર રીતે વેક્સિનેશનની કામગીરી કરી રહી છે.
ભરૂચ જિલ્લામાં 12.15 લાખ પૈકી 83% લોકોએ પ્રથમ, 3.58 લાખમાંથી 88% લોકોએ બીજો ડોઝ લીધો..
Views: 82
Read Time:2 Minute, 4 Second