જંબુસરમાં રહેતો રાહુલ પરમાર દરજી કામ કરવા સાથે હોમગાર્ડ તરીકે પણ ફરજ બજાવે છે. જોકે આ ભાઈ બુટલેગર પાસેથી દારૂ ખરીદી તેની હોમ ડિલિવરીનો પણ વેપલો કરે છે.જંબુસર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે, કપાસિયા પુરાના રાહુલ મુકુંદભાઈ પરમાર અંગત ફાયદા સારું ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. અને પોતાની એકટીવામાં જ દારૂ લઈ જઈ મહાપુરા વાળા રોડ ઉપર આપવા આવે છે.બાતમી આધારે પંચો સાથે જંબુસર પોલીસ વોચમાં ગોઠવાઈ હતી. જે વેળા બાતમીવાળી એકટીવા આવતા તેને ઉભી રાખેલ અને ચેક કરતા ડેકીમાંથી વિદેશી દારૂની બે બોટલ તથા અંગજડતી માં મોબાઇલ મળી આવેલ.પોલીસે ₹3000 ની દારૂની બે બોટલ અને મોબાઈલ મળી કુલ 8000 ના મુદ્દામાલ સાથે હોમગાર્ડ રાહુલ પરમારની ધરપકડ કરી હતી. જ્યારે મલેક હનીફ રહે જંબુસરનો આ આરોપીને દારૂ પહોંચાડતો હતો. જે અંગે જંબુસર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂની હોમ ડિલિવરી કરતો હોમગાર્ડ ઝડપાયો:જંબુસર પોલીસે બાતમીના આધારે દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો
Views: 248
Read Time:1 Minute, 25 Second