ભરૂચમાં વેરો ન ભરનાર 16 મિલકત સીલ, પાણીના 18 કનેક્શન કપાયા…

Views: 69
0 0

Read Time:1 Minute, 59 Second

ભરૂચ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનાની શરૂ થતાં જ વેરા વસુલાત માટે કડક કાર્યવાહી કરાય રહી છે. પાલિકાની વેરા વસુલાતોની ટીમો બાકીદારો પાસે પહોંચીને વેરાની વસુલાતની કરાય રહી છે.જયારે અમુક મીલ્કત ધારકોને વેરો ભરવા નોટિસો આપી હોવા છતાંય પણ વેરાની ભરપાઈ નહીં કરતા દુકાનો અને પાણીના નળના જોડાણો કાપવામાં આવી રહ્યાં છે.જેમાં માર્ચ એન્ડિંગમાં વેરા વસુલાત 100 ટકા થાય તે માટે વેરા ખાતુ દ્વારા લાઈટ, હાઉસ,વ્યવસાય, સફાઈના બાકી વેરાની ટેક્સ વિભાગની ટીમ દ્વારા દરેક વોર્ડમાં બાકીદારો પાસેથી કકક વસુલાત કરાય રહી છે.ત્યારે હવે માર્ચ એન્ડિંગના માત્ર 10 દિવસ બાકી હોવાથી વેરા વસુલાતની ટીમો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાની કુલ 23.31 કરોડની ટેક્સ બાકી હોય અત્યાર સુધીમા ટેક્સ વિભાગે 67 ટકાની વસુલાત કરીને એટલે 15.76 કરોડની વસુલાત કરી છે.જયારે બાકી 33 ટકા વસુલાતની કડક ઉઘરાણી કરાય રહી છે.

જોકે પાલિકાની વેરો વસૂલનારોની ટીમોએ 16 મિલ્કતોને સીલ અને રહેણાંક વિસ્તારના 18 પાણીના નળ જોડાણ કાપી નાખતા વેરો બાકીદારોમાં ફફડાટ ફેલાય ગયો છે.ત્યારે દરેક વેરા બાકી ધારકોને પાલિકા વિભાગ દ્વારા 31 માર્ચ સુધી પોતાનો વેરો પાલિકા કચેરી અથવા વેબસાઈટ www.bharuchnagarpalika.com ઉપર વેરો ભરવાની અપીલ કરાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના વિસ્ફોટથી ટ્રાવેલ્સના બૂકિંગ કેન્સલ, ટૂંકા પ્રવાસની ઇન્કવાયરી બંધ...

Wed Mar 24 , 2021
Spread the love             ભરૂચ સહિત રાજ્યભરમાં વધતા કોરોનાના સંક્રમણને કારણે ફરી નાના-મોટા વેપારીઓ ધંધા ઠપ થઇ રહ્યા છે. ગત વર્ષે હોળીના તહેવારથી જ કોરોના વકરી રહ્યો હતો ત્યારે ટુરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની હાલત ફરી કફોડી બની રહી છે. ભરૂચમાં 150થી વધુ ટ્રાવેલર્સ છે જેમની બસો હાલ પાર્કિંગમાં ઘૂળ ખાય […]

You May Like

Breaking News

error: Content is protected !!