અંક્લેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર આવેલ બાકરોલ બ્રીજ નજીક ગોડાઉનમાંથી કુલ લીટર ૧૧,૦૦૦ કિંમત રૂપિયા ૭,૧૫,૦૦૦/- નો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી રાજ્યમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ઉત્પાદન, વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ જે અનુંસંધાને ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલનું ઉત્પાદન, વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા સુચના આપેલ હોય

પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એન.ઝાલા એલ.સી.બી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ જીલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલની સંગ્રહખોરી તથા વેચાણ કરતા ઇસમોની પ્રવૃતિ ઉપર વોચ રાખી ગે.કા. પ્રવૃતિ ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમ્યાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર બાકરોલ ગામ બ્રીજ નજીક ગોડાઉનમાં ગેરકાયદેસર બાયોડીઝલ સંગ્રહ તથા વેચાણ થાય છે. જે મુજબની મળેલ હકિકત આધારે ભરૂચ એલ.સી.બી.ટીમ દ્વારા મામલતદારશ્રી અંકલેશ્વર, તથા એફ.એસ.એલ.અધિકારીશ્રી તથા કાનુની માપ વિજ્ઞાન અધિકારીશ્રી તેમજ ફુડ & ડ્રગ્સ વિભાગને સાથે રાખી રેઇડ કરતા કોઇપણ અધિકૃત પાસ પરવાના વગર ગોડાઉનમાં લોખંડની બે ટેન્કોમાંથી કુલ લીટર ૧૧,૦૦૦/- કિંમત રૂપિયા ૭,૧૫,૦૦૦/- નો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો વાહનોમાં ડીઝલ ભરવાના ડીઝીટલ ડિસ્પેનશર સાથે ઝડપી પાડવામાં આવેલ છે. તથા ગોડાઉનમાંથી મળી આવેલ પતરાના ડબ્બા નંગ-૨૭ માં મળી આવેલ શંકાસ્પદ તેલ જેવા પ્રવાહીનું ફુડ & ડ્રગ્સ વિભાગ દ્વારા પરીક્ષણ કરવામાં આવેલ છે. અને કાનુની માપ વિજ્ઞાન અધિકારીશ્રી દ્વારા ડીઝીટલ ડીસ્પેનશર ફ્યુઅલ મશીન (ડીઝલ ભરવાનું મશીન) કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ મામલદારશ્રી અંકલેશ્વર દ્વારા ગોડાઉનને સીઝ કરેલ છે. સ્થળ પર મળી આવેલ જ્વલનશીલ બાયોડીઝલ જેવા શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો સંગ્રહ તથા વેચાણ કરવા આરોપીઓએ કોઇ પાસ પરવાના વગર તથા કોઇ ફાયર સેફ્ટીના સાધનો વગર સંગ્રહ કરેલ હોવાનું જણાતા ભરૂચ એલ.સી.બી.દ્વારા કાયદેસર કાર્યવાહી કરી આરોપીઓ વિરૂધ્માં અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપીઓના નામ:- (૧) વિમલકુમાર પદ્મારામ રહેવાસી.લુદરાડા મહીલાવાસ બાડમેર રાજસ્થાન(૨) ગોપાલસિંહ પ્રહલાદસિંહ રાજપુરોહિત રહેવાસી હાલ. વિમલ મારવાડીના ગોડાઉનમાં બાકરોલ બ્રીજ પાસે તા.અંકલેશ્વર મુળ રહે જસોલગામ તા ફસપાડા જી બાડમૈર રાજસ્થાન (૩) ધનશ્યામ S/O બીપત વર્મા રહેવાસી હાલ વિમલ મારવાડીના ગોડાઉનમાં બાકરોલ બ્રીજ પાસે તા.અંકલેશ્વર મુળ રહે મોતીપુરગામ તા દાંડવા જી બલરામપુર (ઉત્તરપ્રદેશ) (૪) દિનેશભાઇ S/O કિશકુમાર વર્મા રહેવાસી હાલ વિમલ મારવાડીના ગોડાઉનમાં બાકરોલ બ્રીજ પાસે તા.અંકલેશ્વર મુળ રહે બનકવાગામ તા તુલસીપુર જી બલરામપુર (ઉત્તરપ્રદેશ)કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:- શંકાસ્પદ બાયોડીઝલ નો જથ્થો લીટર ૧૧,૦૦૦/- કિંમત રૂપિયા ૭,૧૫,૦૦૦/-કામગીરી કરનાર ટીમ પો.સ.ઇ. પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા એ..એસ.આઇ. કનકસિંહ, એ..એસ.આઇ. બાલુભાઇ, હે.કો.ચંદ્રકાંતભાઇ, હે.કો.ચેતનસિંહ, હે.કો. સંજયદાન, હે.કો.અજયભાઇ, હે.કો.પરેશભાઇ, હે.કો.દિલીપકુમાર તથા પો.કો.ફીરોજભાઇ નાઓ દ્રારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લામાં પત્નીને મોતને ઘાટ ઉતારવા અત્યંત ઝેરી સાઈનાઇડનો ઉપયોગ કર્યો હોવાનો સનસનીખેજ કિસ્સો જાણો વધુ...!!

Sun Aug 8 , 2021
સનસનીખેજ કિસ્સો : પતિએ ગ્લકોઝની બોટલમાં પત્નીને સાઇનાઇડનું ઇન્જેક્સન આપી જીવ લઇ લીધો, તબીબને શંકા જતા પી.એમ અને FSL રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ અંકલેશ્વરના મોતાલી ગામે પતિએ પત્નીને સાઈનાઈડનું ઈન્જેક્શન આપી હત્યા કરી હોવાની એક મહિના બાદ FIR નોંધાઇ.. એક મહિના પહેલા ઓરેન્જ હોસ્પિટલમાં પતિએ જ છાતીમાં દુખાવાની સાથે પત્નીને […]

You May Like

Breaking News