0
0
Read Time:1 Minute, 9 Second
ભરૂચનાં નબીપુર નજીક હાઇવે નંબર 48 પર મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત..!!
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા નબીપુર ગામ નજીક એક અજાણી મહિલાને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નબીપુર પાસે ઝનોર ચોકડી ઓવરબ્રિજ નીચે 10.30 વાગ્યાના સુમારે સર્વિસ રોડ પર આશરે 45 વર્ષીય મહિલા જઈ રહી હતી.
ત્યારે એક અજાણ્યા વાહને મહિલાને ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. નબીપુર પોલીસને અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબજો મેળવી લાશને વધુ તપાસ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી વધુ તપાસ હાથ ધરી છે.