0
0
Read Time:39 Second
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી સરકારી શાળામાં મધ્યાહન ભોજનની સુવિધા બંધ કરવામાં આવી હતી. જેમાં સરકારની સૂચના મુજબ ગુરૂવારથી તમામ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બપોરે બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતુું. અંકલેશ્વરની 9 જેટલી નગર પ્રાથમિક શાળાઓમાં 1500 જેટલા બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું.