બનાવની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક માંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ ગુનાખોરી ડામવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન એક સુઝુકી કંપનીની એક્સપ્રેસ ફોરવીલ ગાડી નંબર કે જેનો રજીસ્ટ્રેશન નંબર GJ16 CS 2949 ચલાવી કલ્પેશભાઈ પ્રફુલભાઈ પટેલ ના ઓને નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હોય અને તેઓ નશો કરવા માટે લાવેલ વિદેશી દારૂ અંડાળા બોરિંગ ફળિયામાં રહેતા હેમંત ઉર્ફે દેવો દેવેન્દ્રભાઈ પટેલ નાઓ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પોતાના પીવા માટે લાવી ગુનો કર્યા બાબતે બી ડિવિઝન પોલીસે કુલ 2 60 100 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે વિદેશી દારૂ આપનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો
જ્યારે બીજી તરફ બી ડિવિઝન પોલીસ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન માહિતી મળી હતી કે પટેલ ફળિયુ નવા છાપરા ખાતે રહેતા વિજ્ઞેશભાઈ રાજુભાઈ વસાવા પોતાની પાસે રહેલ થેલામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ વેચાણ કરે છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે માહિતી વાળી જગ્યા પર રેડ કરતા એક ઇસન પટેલ ફળિયા નવા છાપરા ખાતે મળી આવેલા ઈસમ નામે જીગ્નેશભાઈ રાજુભાઈ વસાવા મળી આવેલ તેના પાસેથી ભારતીય બનાવટના પાઉચ નંગ 36 મળી આવેલ જ્યારે અન્ય એક ઇશમ અતુલ વસાવા નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ અન્ય એક રેડમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે ગડખોલ ગ્રામ પંચાયત પાસે ના શોપિંગમાં આવેલ મુરલીધર પાન સેન્ટર નામની દુકાન ચલાવતા દીપેશભાઈ ગિરધરભાઈ પટેલ તેઓ પોતાની પાસે દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે તેમજ પોતાની દુકાનમાંથી છૂટક વેચાણ કરી રહ્યા છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે માહિતી વાળી જગ્યા પર રેડ કરતા વિદેશી દારૂની ત્રણ નંગ બોટલ મળી આવેલ ઉપરોક્ત રેડ દરમિયાન પકડાયેલ ઈસમ દિપેશભાઈ ગિરધર ભાઈ પટેલ નાઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ કેસમાં ધવલ ચુનીલાલ પટેલ ના ઓને વોન્ટેડ જાહેર કર્યો હતો