મુખ્યમંત્રી ના નેતૃત્વ હેઠળ ની પ્રવર્તમાન રાજ્ય સરકાર ના પાંચ વર્ષ નો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે 2 જી ઓગસ્ટ ના રોજ સંવેદના દિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને તાલુકા નો સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટના સુણેવકલ્લા ખાતે મામલતદાર હાંસોટ અને તાલુકા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.સંવેદના દિન નિમિતે લોકો ને એક જ સ્થળે થી સરકાર ની વિવિધ યોજના ઓ નો લાભ મળી રહે તે હેતુસર એક દિવસ માટે શહેર અને તાલુકા દીઠ જનસુખાકારી ના વિવિધ કર્યો માટે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વર માં નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ અને તાલુકા નો સજોદ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ,નગરપાલિકા દ્વારા શારદભાવન ટાઉન હોલ ખાતે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ માં સરકારના વિવિધ વિભાગોની વ્યક્તિલક્ષી સેવાઓ નો લાભ નાગરિકોએ લીધો હતો જેમાં આવક ,જતી ના દાખલા ઓ ,રેશન કાર્ડ ને લગતી અરજી ,વિધવા સહાય ,વૃદ્ધ નિરાધાર જેવી સેવાઓનો યોજનાકીય લાભ સ્થળ પરથી લીધો હતો કાર્યક્રમ કુલ 914 લાભાર્થીઓને લાભ લીધો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા.પ્રાંત અધિકારી રમેશ ભગોરા ,પાલિકાની કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ,સુધીર ગુપ્તા ,અને ચીફ ઓફિસર કેશવ કોલડીયા સહિત નગર પાલિકા ના સભ્યો તેમજ વિવિધ વિભાગો ના અધિકારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં વન વિભાગ દ્વારા 2 હજાર જેટલા તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં સેવાસેતુનો 914 લોકોએ લાભ લીધો..
Views: 72
Read Time:2 Minute, 37 Second