ભરૂચ જીલ્લા તથા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સર ( કેટાલીક મફલર ) ચોરીની ફરીયાદ ઉઠવા પામેલી…

ભરૂચ જીલ્લા તથા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સર ( કેટાલીક મફલર ) ચોરીની ફરીયાદ ઉઠવા પામેલી . ભરૂચ જીલ્લાના એ – ડીવીઝન તથા બી – ડીવીઝન તથા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી સાયલેન્સર ચોરીની ફરીયાદો નોધાયેલ છે . જેમાં ગઇ તા ૩૧/૧૨/૨૦૨૦ ની રાત્રી દરમિયાન ભરુચ રેલ્વે સ્ટેશન વિસ્તાર નજીકમાંથી તથા શેરપુરા તથા નંદેલાવ બ્રીજ પાસેથી એમ અલગ અલગ જગ્યાએથી કુલ -૦૫ ઇકો કારમાંથી ૦૫ સાયલેન્સર ( કેટાલીક મફલર ) ની ચોરી થયેલ હતી . અને આજ રાત્રે દહેજના જોલવા વિસ્તારમાંથી એક ઇકો કારમાંથી એક સાયલેન્સર ( કેટાલીક મફલર ) ની ચોરી થયેલ હતી . જે અનુસંધાને એ – ડીવીઝન તથા બી ડીવીઝન તથા દહેજ પોલીસ સ્ટેશન ખાતે આ ચોરી બાબતે ગુનાઓ દાખલ થયેલ .

જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ , વડોદરા , તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા , ભરૂચ નાઓએ સદર મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા જીલ્લા પોલીસને સુચના કરેલ , જેથી મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ , ભરૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.સી ગોહીલની સુચના મુજબ પો.સ.ઇ વી.આર પ્રજાપતિ નાઓ સાથે દહેજ પોલીસની અલગ અલગ ટીમ બનાવી તાત્કાલીક ગુનાનું પગેરૂ શોધવા મહેનત કરવા લાગેલ , જેના ફળ સ્વરૂપે ASI રમેશભાઇ ભુખણભાઇ તથા PC જયરાજસિંહ પોપટસિહ દહેજ પો.સ્ટે . નાઓને બાતમી મળેલ કે , એક મારૂતી સુઝુકી સ્વીફ્ટ ગાડી નંબર HR – 26 CJ – 3408 માં ચોરીમાં ગયેલ ઇકો કારના સાયલેંસર જેવા સાધનો ભરી જોલવા થી દહેજ તરફ આવે છે , જેથી GACL ચોકડી ખાતે દહેજ પોલીસ ટીમ દ્વારા વોચ ગોઠવતાં સદર વર્ણન તથા નંબરવાળી સ્વીફ્ટ ગાડી આવતા પોલીસ ટીમ દ્વારા રોકી લઇ વાહન ચેક કરતાં બે ઇસમો મળી આવેલ , જેમાં ને ( ૧ ) અરશદ મુબીન એહમદ જાતે મુસ્લીમ ઉ ધંધો ૨૭ વ . – કોન્ટ્રાક્ટર મુળ રહે , વોર્ડ નં ૦૧ પાર્ટ નં ૨૧૭ ગામ નાકનપુર મેવાત થાનાવકફ બોર્ડ હોસ્ટેલ -પુન્હાના જી નુહ મેવાત હાલ રહે . ( હરીયાણા ) નુહુ – નુહ જી – તાઉડુ રોડ નુહ થાના , પાસે ( ૨ ) સહનબાઝ રૂકમુદ્દીન ખાન ઉ ૨૫ – .વ . ધંધો – ડ્રાઇવીગ રહે વોર્ડ નં ૦૮ હિદાયત બસ્તી નુહ જી નુહ ( હરિયાણા ) નાઓ હતા અને સદર કારની તલાશી લેતા તેમાંથી સાયલેન્સર ( કેટાલીક મફલર ) નંગ ૬ જેની કુલ કિ.રૂ ૩,૦૦,૦૦૦ / ( ૬ x ૫૦,૦૦૦ ) મળી આવેલ .

ઉપરોક્ત બન્ને ઇસમોને ગુનાના કામે હસ્તગત કરી પુછપરછ કરતાં ભરુચ શહેર ખાતેથી જુદી – જુદી જગ્યાએથી સાયલેન્સર ( કેટાલીક મફલર ) નંગ -૦૫ તથા દહેજ જોલવા ખાતેથી ૦૧ સાયલેન્સર ચોરી કરેલાની કબુલાત કરેલ છે , સદર બન્ને આરોપીઓના કોપીડ ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા સદર બન્ને આરોપીઓને ગુનાના કામે અટક કરેલ છે અને ગુનાના કામે ચોરીમાં વપરાયેલ મારૂતી સુઝુકી સ્વીફ્ટ ગાડી નંબર HR – 26 – CJ – 3408 કિ.રૂ .૪,૦૦,૦૦૦ / – તથા ચોરી થયેલ સાયલેન્સર ( કેટાલીક મફલર ) નંગ ૦૬ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / – મળી કુલ્લે કિ.રૂ .૭,૦૦,૦૦૦ / -નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે .

ગુનાની એમ.ઓ

સદર ગુનાના કામે પકડાયેલ બન્ને આરોપીઓ ગોડાઉન / ગ્રાઉન્ડ / પાર્કીગ , રેલ્વે સ્ટેશન સોસાયટી વિગેરે જગ્યાએ રાત્રી દરમ્યાન પડેલી ફક્ત ઇકો કારનેજ ટાર્ગેટ કરી તેમાંથી સાયલેન્સર ( કેટાલીક મફલર ) ની ચોરી કરી તેને તોડીને તેમાંથી માટી કાઢી વેચાણ કરે છે . આ માટીમાંથી કિંમતી ધાતુ નીકળતી હોય છે . જેની આશરે એક કિલોની ૧૦૦૦૦ / – જેટલી કિમત મળતી હોય છે . આરોપીઓ સાયલેન્સર ( કેટાલીક મફલર ) ને ઢોલકીના નામે ઓળખે છે .

શોધાયેલ ગુન્હાઓ

( ૧ ) ગુ.ર.નં.
૧૧૧૯૯૦૧૬૨૧૦૦૦૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ દહેજ પો.સ્ટે ( ૨ ) ગુ.ર.નં
૧૧૧૯૯૦૧૬૨૧૦૦૧૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ભરુચ શહેર “ એ ” ડીવી . પો.સ્ટે
( ૩ ) ગુ.ર.નં ૧૧૧૯૯૦૧૬૨૧૦૦૦૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ભરુચ શહેર “ એ ” ડીવી . પો.સ્ટે
( ૪ ) ગુ.ર.નં
૧૧૧૯૯૦૧૬૨૧૦૦૧૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ભરુચ શહેર “ બી ” ડીવી . પો.સ્ટે

રીકવર મુદ્દામાલ

ઇકો ગાડીની સાયલેન્સર ( કેટાલીક મફલર ) નંગ ૦૬ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / – તથા મારૂતી સુઝુકી . સ્વીફ્ટ ગાડી નંબર HR – 26 – CJ – 3408 કિ.રૂ .૪,૦૦,૦૦૦ / – મળી કુલ્લે કિ.રૂ .૭,૦૦,૦૦૦ / -નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રીકવર કરેલ છે

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી

પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.સી ગોહીલ , પોલીસ સબ ઇન્સપેક્ટર વી.આર પ્રજાપતિ , ASI રમેશભાઇ ભુખણભાઇ બ.નં ૧૪ ૭૧ , અ.હે.કો . ખોડુભા નાગજીભા બ.નં ૧૧૦૨ , અ.પો.કો જયરાજસિહ પોપટસિહ બ.નં ૦૧૦૧૬ , અ.પો.કો પિન્ટુભાઇ ગટુરભાઇ બ.નં ૦૧૧૮૩ , અપો.કો પંકેશભાઇ તુલશીરામ બ.ન ૧૨૯૭ , અ.પો કી , પરેશભાઇ પરબતભાઇ બ.ને ૦૧૩૦૪.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વચગાળાના જામીન પરથી ફરાર કાચા કામના આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ...

Sun Jan 3 , 2021
પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ફરાર કેદી / આરોપી પકડવા સારૂ અંકલેશ્વર શહેર પો.સ્ટે . વિસ્તામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ઝગડીયા પો.સ્ટે . ગુ.ર.નં. […]

You May Like

Breaking News