ગુજરાતમાં સરકારે 6 હજાર શાળાઓ મર્જ કરવાના બહાને બંધ કરી દીધી : કેજરીવાલ

ગુજરાત સ્થાપના દિવસે જ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરિયા ગામેથી બીટીપી અને આપના સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ હતી. આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ સરકાર આપથી ડરતી હોવાનો મત જાહેર કર્યો હતો. સંમેલનને સંબોધતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આપણા દેશના સૌથી ધનવાન 2 વ્યક્તિ જે ગુજરાતમાંથી આવે છે અને સૌથી ગરીબ લોકો પણ ગુજરાતમાંથી જ છે. ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે.ગુજરાતની ભાજપ સરકારે 6 હજાર સરકારી શાળાઓ મર્જ કરવાના બહાને બંધ કરી દીધી છે. દિલ્હીની સરકારી શાળાઓ શાનદાર બની ગઈ છે. જેના કારણે આ વર્ષે 4 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન કરાવ્યું છે. દિલ્હીમાં હવે સરકારી સ્કૂલમાં જજનું બાળક, ઓફિસરનું બાળક અને રિક્ષાવાળાનું બાળક એક જ બેન્ચ પર બેસીને ભણી રહ્યાં છે. જે બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું, જે 75 વર્ષમાં ક્યારેય શક્ય બન્યું નથી. મેં કસમ ખાધી છે, બાબા તેરા સપના અધૂરા, કેજરીવાલ કરેગા પૂરા.હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીની સ્કૂલો અને હોસ્પિટલો જોવા માટે ખુલ્લું આમંત્રણ પાઠવું છું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ-અંકલેેશ્વર વચ્ચેનો નર્મદા મૈયા બ્રિજ અકસ્માત-સુસાઇડ ઝોન બન્યો

Mon May 2 , 2022
ભરૂચ અને અંક્લેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજ બે શહેર વચ્ચેનું અંતર ઘટાડવા સાથે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત અપાવનાર મહત્વનો બ્રીજ સાબિત થયો છે. જોકે, નર્મદા મૈયા બ્રીજના નિર્માણ બાદ આ બ્રીજ અકસ્માત ઝોન તેમજ સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. બ્રીજ પર પુરઝડપે જતાં વાહનો વચ્ચે અકસ્માતના બનાવો […]

You May Like

Breaking News