આશરે અઢી વર્ષ પર ભરૂચ પોલીસે ટંકારિયા ના જુગારધામ ઉપર સફર રેડ કરી હતી. હવામાં ગોળીબાર કરી મોતનો સામાનો કરી 35 જેટલા જુગારીઓ ઉપર કેસ કર્યો હતો. આ કામમાં પોલીસ અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા જે અંગેનો કેસ કોર્ટ માં ચાલે છે અને આ કામના તમામ આરોપીઓ હાલ જામીન ઉપર મુક્ત થતાં ફરી પાછા તેમનો જુગાર નો અસલ ધંધો ધમધમતો કર્યો છે.
ત્યારે યક્ષ પ્રશ્ન એ ઉભો થાય છે કે વર્તમાન એસ.પી. રાજેન્દ્ર સિંહ ચુડાસમા ના ભરૂચ આગમન ટાણે તેમના જ તાબાના પોલીસ અધિકારીઓની ટંકારિયા ગામમાં ફજેતી કરી ગામના બૈરાં છોકરાઓએ હુરિયો બોલાવી પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.જે સરકારી રેકર્ડ ઉપર છે. અને કોર્ટમાં આ ગુનાઓનો કેસ ચાલે છે. છતાં આ કામના તહો મતદારોને ફરી પાછો આ જુગારના અડ્ડા ઓ ચલાવવા મુક્સંમતી કોણે ક્યાં હિસાબે આપી તે એક ચર્ચા ની વિષય બની ગયો છે.
શું ભરૂચ પોલીસે હિંમત કરી માથાભારે ટંકારિયા ગામમાં પ્રવેશ કરી ઉપલા અધિકારીઓના સૂચનાનું પાલન કરી જીવનું જોખમ ખેડ્યાં પછી હવે હિંમત કરતા ડરે છે.? અહીંયા ચાલતા જુગારધામ ઉપર સેકંડો કુટુંબોની હાલત કફોડી થઈ ગઈ છે. ઘણા ઘરો ખુવાર થઈ ગયા છે. ગામની ઈજ્જત ની લીલામી થાય છે. સ્થાનિકો ન રેહવાય ન સેહવાય તેવી મનોદશામાં છે. ત્યારે અનેક નામી અનામી ફરિયાદો એસ.પી આઈ.જી.પી. સુધી કરવા છતાં ટંકારિયા માં સફળ રેડ કરવામાં ગુજરાતની પોલીસ પાંગળી સાબિત થઈ રહી છે. ત્યારે બીજી બાજુ આ જુગારધામ નો રીંગ લીડર શેખી મારતો ડંફાસો મારે છે કે ” પૈસા ફેંકો તો તમે ધારો તે કરી શકો છો અને અમારી તો ભરૂચ એસ.પી શું ! ઠેઠ આઈ.જી.પી સુધીની ઓફિસો સુધી લાઇનો ક્લીઅર છે “અને વાત પણ હજમ થાય એવી છે કારણ કે વર્તમાન માં કોઈ પોલીસ કોઈપણ ગુનાઓ ઉકેલ (ડિટેક્ટ) કરે છે તેનો શ્રેય રેન્જ આઈ.જી.પી. હરિકૃષ્ણ પટેલ તથા એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાને તેમના નામજોગ પ્રેસનોટ માં આપે છે. અને તેઓની સૂચના આદેશ અને માર્ગદર્શનની હેઠળ કામગીરી કરેલ હોવાનું કાયમ માટે રટણ કરે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે એસ.પી અને આઈ.જી.પી. ને ટંકારિયા જુગારધામ ઉપર કેમ રહેમ નજર લોકોની ફરિયાદો અને અખબારી અહેવાલો ની કેમ અવગણના કરવામાં આવે છે. તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને ખાખીની વિશ્વસનીયતા ઉપર સવાલો થઈ રહ્યા છે.
છેલ્લા ૧૫ વર્ષના ટંકારિયા બીટ જમાદાર અને પાલેજ પો.સ્ટેશન ના પોલીસ અધિકારીઓ ની આવક કરતા મિલ્કત માં વધારાની આશંકા
પાલેજ પોલીસ સ્ટેશનમાં થી બદલી થઈ વળી પાછો પૈસાનો વહીવટ ઉપલા અધિકારીઓ સુધી કરી ફરી પાછો પાલેજ પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર આવનાર અને ટંકારિયા બીટ જમાદાર તરીકે સેટ થનાર પ્રવિણ ગુપ્તા ની સ્થાવન જંગમ મિલ્કત ની ઉપલા લેવલે તટસ્થ તપાસ થાય તો આવક કરતા વધુ મિલ્કતના અનેક પુરાવા મળી શકે તેમ છે. પણ આવી તપાસમાં પણ ભ્રષ્ટાચાર જ થાય તો આવા અધિકારીઓ ને નાહકનું પ્રોત્સાહન મળે છે. અને “હું ખાતો નથી ખાવા દેતો નથી” નું સૂત્ર હાસ્યપદ લાગે છે.
ટંકારીયામા આવેલ સાપા સ્ટ્રીટ (સાંપાવાડ) આવેલ શહનશાહ બાવાની દરગાહ પાસે રફીક સુલેમાન સાપાના ઘરે ચાલતી જુગારની આલીશાન ક્લબ જ્યાં ૧૩ પાના, ૫, ૧૦ અને ૨૦ના રમીના બોર્ડનો જુગાર રમાય છે. રફીક સાપા અને તેના પાર્ટનર લતીફ ઈસ્માઈલ રખડાનો બીજા જુગાર સીતપોણ જવાના રસ્તે આવતા ધાર્મિક સ્થળ પાછળ ખેતરોમાં જુગાર રમાડે છે.
ટંકારીયાથી પારખેત ગામ જવાના રસ્તા ઉપર આથમણી દિશામાં કબીરના બાગ બાજુ જવાના જમણી બાજુ ઉપર આવેલ ગંગલ નદીમના ફાર્મ હાઉસ પાછળ પોલ્ટ્રીફાર્મ આવતા પહેલું ગાડીઓ ધોવાનું સર્વિસ સ્ટેશનનો રસ્તો પડે છે. ત્યાં નજીકમાં મીણીયા પ્લાસ્ટિક ના પાથરણા જીવાનો છોકરો અને કાળિયો પાથરવા જાય છે અને કોઈ આવે નહી તેની રેકી કરે છે. અને લતીફ રખડો ત્યાં સર્વિસ સ્ટેશન પાસે બેસીને રેકી કરે છે. પાલેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના હેડ જમાદાર મહેશ તથા બીટ જમાદાર પ્રવિણ ગુપ્તાને બધી ખબર છે પણ બહારની પોલીસ આવે તો ઉંધા રસ્તે ફેરવે છે. બીટ જમાદાર અને ડિ-સ્ટાફ પાલેજના જમાદાર માત્ર આર્થિક વ્યવહાર લેવા અહિયા પધારે છે.
ટંકારીયામાં આવેલ પાદર પાસેના સર્કલથી આથમણી દિશા તરફ જતા મ્યુનિદ્દિન બાવાની દરગાહ નજીક આવેલ ગલીમાં હરિજનવાસની બિલકુલ પાછળના ભાગે સિરાજ ઉમટા ઉર્ફે સિરાજ કાળિયાનું પોપટી કલરના બે માળના મકાનમાં નીચે તેમજ ઉપરના માળે કોઈ લીમીટ વગરના તેરીયું ના જુગારના પાટલા ચાલે છે. મકાનના દરવાજે બહારથી તાળું મારી રાખે છે. એટલે પોલીસ આવે તો પણ ધોકો ખાઈ જાય છે અને બંધ મકાનનું તાળું તોડવાની હિંમત નથી કરતી.ટંકારીયાના નાના પાદર પાસે મનમનની લોટ દળવાની ઘંટીની બિલકુલ સામે સાંકડી ગલીમાં આવેલ મનમન યુસુફના ઘરથી ત્રીજા નંબરનું મુબારક દશુનું પોતાના બે માળના મકાનમાં ઉપલા માળે ચોવીસે કલાક મન્નાનો જુગાર રમાઈ છે.
ટંકારીયા ગામની વચ્ચે આવેલ કંડુજી સ્ટ્રીટ (કંડુ મોહલ્લો) આવેલ હારૂન સુતરિયા તેના મકાનમાં રમીના ૨૧ પાના તથા ૨૭ પાના બોર્ડ પહેલા સાંજના ચાર થી બીજા દિવસના સવારના ચાર વાગ્યા સુધી રમાડતો હતો. પણ હવે ઉપલા લેવલથી છૂટ મળી હોય તેમ ડિ-સ્ટાફ જમાદાર મહેશ દોલતસિંહ ચોવીસ કલાક રમાડવા દે છે.
ટંકારિયા માં ખુલ્લેઆમ સટ્ટા બેટિંગ નો ચાલતો અડ્ડો ટંકારિયા ગામમાં પાદર માં આવેલ સર્કલ પાસે ટેલિફોન એક્સચેન્જ ની ઓફીસ પાસે કેબીનની પાછળ મુસ્તાક મુસા બિતવાલા ઉર્ફે મુસ્તાક સતક ઇકબાલ ભરૂચી નામ ના વાઉચર ને હવાલો સોંપી બેકસિત ડ્રાઇવિંગ કરી વરલી મટકાનો જુગાર રમાડો છે. ટંકારિયા આ સટ્ટા બેટિંગ ના ધંધા બંધ કરતા નથી અને પોલીસ બાથમિદાર ની ફાંકો રાખતો પોલીસના વચેટિયા એવા ઇકબાલ ભારૂચી નુ નામ વટાવી ખવાઈ છે. બીટ જમાદાર ની મુસ્તાક સટક સાથે વાત કરવા ની ત્રેવડ નથી રહી પણ ઇકબાલ ભરૂચી બધા નો હવાલો લઈ વ્યવહાર પતાવી દે છે.