ભરૂચ પાલિકાના સફાઈ કર્મીઓને તેમના નિવૃત્તિના સમયની 6 મહિના પહેલા જાણ કરવાની હોવા છતાંય મહેકમ વિભાગ દ્વારા અમુક સફાઈ કર્મચારીઓને નિવૃત્તિના બે દિવસ પહેલા જાણ કરાતી હોવાના આક્ષેપો સાથે સફાઈ કર્મચારીઓ મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆતો કરી હતી.ભરૂચ જિલ્લામાં નગરપાલિકામાં અનેક સફાઈ કર્મીઓ વય મર્યાદાએ નિવૃત્ત થતા હોય છે.પરતું પાલિકાના મહેકમ શાખાના અધિકારીઓ દ્વારા સરકારી નિયમ મુજબ નિવૃત્ત થતાં કર્મચારીઓને 6 મહિના પહેલા જાણ કરવાની હોય છે.પરંતુ પાલિકાના મહેકમ વિભાગ દ્વારા સફાઈ કરતા સફાઈકર્મીઓને 6 મહિના પહેલાં જાણ નહિ કરીને માત્ર એક દિવસ પહેલાં અથવા બે દિવસ મૌખિકમાં જાણ કરી દેવા આવે છે.જયારે અમુક સફાઈ કર્મચારીઓને ત્રણથી ચાર દીવસની સફાઈ કરાવ્યા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે,તમે નિવૃત્ત થઈ ગયા છે.જેના કારણે કર્મચારીઓને તેમની બાકી પડતી રજાઓ પણ ભોગવવાનો મોકો મળતો નથી.જેથી સફાઈ કર્મીઓમાં આક્રોશ ફેલાયો હતો.આ મમાલે કર્મચારીઓ તેમના યુનિયનના આગેવાનોને રજૂઆત કરી હતી.આ મામલો ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ કિરણ સોલંકી સહિતના સફાઈ કર્મીઓએ પાલિકા કચેરી ખાતે એકત્ર થઈને પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ને લેખિતમાં આવેદનપત્ર આપી મહેકમ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી નિવૃત્ત થતા સફાઈ કર્મચારીઓને 6 મહિના પહેલા તેમને નિવૃત્તિની જાણ કરવી જોઈએ. સાથે તેમના નિવૃત્તિના સમયે તેમના ગ્રેજ્યુટીનો ચેક પણ આપવાની રજૂઆત કરી હતી.આ બાબતે મુખ્ય અધિકારીએ તે અંગે તપાસ કરાવી હવેથી એવું નહિ થવાનું જણાવ્યું હતું.
ભરૂચ પાલિકાના સફાઈ કર્મચારીઓની રજૂઆત:ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી કહ્યું- ‘નિવૃત્તિની જાણ એક-બે દિવસ પહેલા નહીં, નિયમ મુજબ 6 મહિના પહેલા કરો’
Views: 43
Read Time:2 Minute, 28 Second