અંકલેશ્વર જીઆઇડીસીની કાંસો તથા આસપાસ આવેલી નદીઓ તથા ખાડીઓમાં કેમિકલયુકત પાણીની હાજરી સતત જોવા મળતી હોય છે. ઉદ્યોગો તેમના દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવાના બદલે ચોરીછૂપી જાહેરમાં નિકાલ કરી દેતાં હોવાની ફરિયાદો જીપીસીબી, એનજીટી તથા માનવ અધિકાર પંચ સુધી પહોંચી હતી. ઘટનાની ગંભીરતા પારખી આખરે જીપીસીબીએ જવાબદાર ઉદ્યોગોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યૂ઼ છે. વર્ષ 2023 દરમિયાન 83 કંપનીને ક્લોઝર, 105 કંપની નોટિસ ઓફ ડાયરેક્શન અને 442 કંપનીને શો કોઝ નોટિસ ફટકારી હતી.એનજીટી અને માનવ અધિકાર પંચની સુઓમોટો કાર્યવાહી બાદ 4 જ મહિનામાં 40 ક્લોઝર, 18 નોટીસ ઓફ ડાયરેક્શન અને 199 જેટલી વિવિધ નોટિસ ફટકારી છે જયારે 2 કંપની સામે લીગલ કેસ પણ દાખલ કર્યા હતાં. અંકલેશ્વર -પાનોલીમાં વધતી પ્રદુષણની માત્રાને ધ્યાને રાખી એનજીટીએ જીપીસીબી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, જીઆઇડીસી ને તેડું મોકલ્યું હતું તેમજ ગણતરી નાજ દિવસો માં માનવ અધિકાર પંચ એ પણ જવાબ માગ્યા હતા. જીપીસીબીની રડારમાં હજુ પણ કેટલીક શંકાસ્પદ કંપનીઓ છે અને તેની વિગતો ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી અપાતાં ઉદ્યોગકારોમાં દોડધામ મચી જવા પામી છે. વર્ષ 2023 માં 632 કંપની સામે પગલાં ભર્યાં જીપીસીબી દ્વારા ગત વર્ષે પ્રદુષણ ના ધારા ધોરણ ભંગ કરવા બદલ 83 જેટલી કંપની સામે તાત્કાલિક અસરથી બંધ કરવાની તાકીદ કરતી ક્લોઝર નોટિસ ફટકારી હતી. તો 105 કંપનીને ડાયરેક્શન આપતી ( સૂચના સાથે ગંભીર તાકીદ કરતી) નોટિસ ફટકારી હતી. 442 કંપની ને શો કોઝ નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત 2 કંપની સામે લીગલ ( કાનૂની) કાર્યવાહી પણ હાથ ધરી હતી.
અંકલેશ્વરમાં પ્રદૂષણને લઇ જીપીસીબીનો સપાટો, એક વર્ષમાં 632 કંપનીને નોટિસ
Views: 40
Read Time:2 Minute, 23 Second