અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડાપાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૩ હજાર અને ચાર ફોન મળી કુલ ૩૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતો જુગારી મૌશીન ગુલામ મોહમદ મનીયાર,સલીમ અબ્દુલ કાદર શેખ,મનોજકુમાર પ્રસાદ અને કલ્પેશ નાથુ મોરેને ઝડપી પાડ્યો હતો.કાવી પોલીસે બાતમી બાતમીના આધારે જંબુસર તાલુકાના જંત્રાણ ગામની નવીનગરી નજીક પીલુડીના ઝાડ નીચે ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતો દિનેશ રાઠોડ,શ્રવણ રાઠોડ,દિનેશ બુધાભાઈ પરમાર તેમજ ઈર્શાદ ઈસ્માઈલ ખીલજીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ જુગાર રમતા 9 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા
Views: 268
Read Time:1 Minute, 23 Second