કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે વલણ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી કોરોના સંક્રમિતોને નિશુલ્ક સારવાર પ્રદાન કરાઇ રહી છે….
કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને નિશુલ્ક સારવાર પ્રદાન કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય સેવાભાવી ટ્રસ્ટીઓ દ્વારા કરાઇ રહ્યું છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે અનેક સ્થળોએ નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો કોરોના સંક્રમિતોને મદદરૂપ બની માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.
કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે સેવાભાવી ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી કોરોનાગ્રસ્ત દર્દીઓને નિશુલ્ક સેવા પ્રદાન કરાઇ રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓને નામાંકીત તબીબો ડૉ. વિનય જૈન, ડૉ. સમીર દીવાન, ડૉ. આરીફ કેશરાની, ડૉ. સાબિર પટેલે તબીબી સારવાર પ્રદાન કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને દવાઓ તથા અન્ય કોરોનાલક્ષી જરૂરી સાધનો વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન, સત્ય નારાયણ સંસ્થા BAPS દ્વારા ત્રણ ઑક્સિજન મશીન તેમજ સુલેમાન ભાઇ ડકરી દ્વારા બે ઑક્સિજન મશીન અર્પણ કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ કેર સેન્ટરમાં ફાયર સેફ્ટીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામા આવી છે. જેથી કોઈ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક સેવા મળી રહે. કોરોનાલક્ષી જરૂરી દવાઓનો સંપુર્ણ ખર્ચો
ભરૂચ જિલ્લાના મુસ્લિમ ગામોના નામી અનામી સખીદાતાઓ તરફથી પૂરો પાડવામાં આવી રહ્યો છે. આમ વલણ હોસ્પિટલ ખાતે સેવાભાવી ટ્રસ્ટ તેમજ દેશ વિદેશમાં વસતા સખીદાતાઓએ નિસ્વાર્થપણે કોરોના સંક્રમિતોની વ્હારે આવી અન્યો માટે એક પ્રેરણાદાયી બની એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે…
:- તસ્લીમ પીરાંવાલા..કરજણ..