તાજેતરમાં આણંદ શહેર તથા વિધ્યાનગર વિસ્તારમાં રાત્રીના ધાડ-લૂંટના તથા ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ હોઇ જેથી આ બનેલ બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ શ્રી અજીત રાજયાણ સાહેબ, પોલીસ અધિક્ષક આણંદનાઓએ આણંદ શહેર, વિદ્યાનગર તથા આણંદ રૂરલ વિસ્તારમાં બાઇક પેટ્રોલીંગ માટે એકશન પ્લાન તૈયાર કરવા સારૂ શ્રી બી.ડી.જાડેજા, ના.પો.અધિ. આણંદ નાઓને સુચના કરેલ. જે અન્વયે ના.પો.અધિ. સાહેબશ્રી આણંદ નાઓને સુચના મુજબ શ્રી પી.એ.જાદવ, ઇ.પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. આણંદ નાઓએ આણંદ શહેર, વિદ્યાનગર તથા આણંદ રૂરલ વિસ્તરોમાં તાજેતરમાં ચોરી તથા લુંટના બનેલ બનાવોની તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ/ ટેકનીકલ ઇન્ટેલીજન્સથી માહિતી એકઠી કરતા આ ગુનાઓ દાહોદની ચઠ્ઠી બનીયાનધારી ગેંગ સંડોવાયેલ હોવાની માહિતી મળેલ. જેથી તમામ સોસાયટી વિસ્તારોમાં બાઇકથી અસરકારક પેટ્રોલીંગ થાય તે સારૂ ચોકકસ વિસ્તારોના રૂટ નક્કી કરી એલ.સી.બી., એસ.ઓ.જી. આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિધ્યાનગર તથા પેરોલ ફર્લો સ્કોડના મળી કુલ -૪૪ પોલીસ માણસો એક બીજાના સંકલનમાં રહે તે રીતે અસરકારક કામગીરીકરવા સારૂ જરૂરી સુચનાઓ આપી બાઇક પેટ્રોલીંગ શરૂ કરવામાં આવેલ. આજ રોજ વહેલી સવારના પોલીસ માણસો મોગરી નવા રોડ તરફથી એલીકોન સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વહેલી સવારના સમયે એક શંકાસ્પદ ઇકો કાર આંટા ફેરા મારતી હોય શંકાસ્પદ જણાતા પેટ્રોલીંગના પેરોલ ફર્લો સ્કોડના પો.કો. કુલદીપસિંહ તથા પો.કો. કૃણાલભાઇ નાઓએમો.સા. થી પીછો કરેલ અને પેટ્રોલીંગની બીજી ટીમના માણસોને જાણ કરી તમામ ટીમોએ ભેગા મળી આણંદ સોજીત્રા રોડ ઉપર એલીકોન સર્કલ નજીક ઇકો ગાડી રોકી લીધેલ અને તેમાં બેઠેલ ડ્રાઇવર નરેશભાઇ કસનાભાઇ પારસીગભાઇ કટારા રહે. મુળ વડવા તા. ગરબાડા છ દાહોદ હાલ રહે અગાસ | ઇકો કાર નં.જી.જે.૨૩.સી.સી. ૧૧૭૯ સાથે પકડી લીધેલ અનેઇકો કારમાં જોતા એક લોખંડનુ ગણેશીયુ, ડીસમીસ, તથા બે લાકડાના ડંડા તથા બે નાની બેટરીઓ, એક ટોપી તથા એક પ્લાસ્ટીકની લાલ કલરની કોથળીમાં અલગ અલગ કંપનીના નવા શર્ટ મળી આવતા તે બાબતે પુછપરછ કરતા તેની હિલચાલ શંકાસ્પદ જણાતા ચોક્કસ સાચો જવાબ આપતો ન હોઇ ઇકો કાર કિ.રૂ .૩,૦૦,૦૦૦/-તથા લોખંડનું ગણેશીયુ તથા લાકડાનાડંડા, બેટરીઓ, એક ટોપી, ડીસમીસ, એક પ્લાસ્ટીકની લાલ કલરની કોથળીમાં શર્ટ નંગ -૮ તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ .૩,૦૬,૮૦૦/-નો મુદામાલ સી.આર.પી.સી. ૪૧ (૧) ડી, ૧૦૨ કજે કરી એલ.સી.બી. દારા સઘન પુછપરછ કરતા નીચે મુજબના માણસો સાથે ચૌરીઓ તથા લુટો કરેલાની હકિકત જણાવેલ છે.(૧) ગઇકાલ રોજ વહેલી સવારના એ.પી.સી. સર્કલ થી એલીકોન ફાટકની નજીકના સોસાયટી વિસ્તારમાં એક બહેનને માર મારી સોનાના દાગીની લુંટ કરેલાની કબુલાત કરેલ છે.ર) ગઇકાલ રોજ વિદ્યાનગર મહાદેવ એરીયામાં બંધ મકાનનું તાળુ તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે,(3) તા .૧૪/ ૩/ ૨૦૨૧ ની વહેલી સવારના વિદ્યાનગર પંચાયત નજીક આવેલ સોસાયટી વિસ્તારમાં ચોરી કરવા ગયેલ દરમ્યાન પાડોશો જાગી જતા તેઓને માર મારી રોકડ તથા સોનાના દાગીનાની લુંટ કરેલાની કબુલાત કરેલ છે.(૪) ઉપરોકત ચોરી કર્યાના અઠવાડીયા પહેલા વહેલી સવારના આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપની સામેની સોસાયટી વિસ્તારમાં ચોરી કરવા ગયેલા પરંતુ સોસાયટીના માણસો જાગી જતા પરત જતા રહેલાની કબુલાત કરેલ છે.(૫) આજથી એકાદ મહીના અગાઉ વહેલી સવારના વિદ્વાનગર બાવીસ ગામ સ્કુલની નજીક આવેલ સોસાયટીના બે બંધ મકાનોના દરવાજા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.(૬) આજથી દોઢેક મહીના અગાઉ વિદ્રાનગર વિનુકાકા માર્ગ ઉપર બંધ મકાનના દરવાજાનુ તાળુ તોડી ચોરી કરેલાની કબુલાત કરેલ છે.(૭) ઉતરાયના દિવસે વિદ્રાનગર વિસ્તારમાં ચોરી કરવા માટે સોસાયટી વિસ્તારમાં ફરેલા પણ ચોરી કરવાનો મોકો મળેલ નહી જેથી પરત જતા રહેલાની કબુલાત કરેલ છે, ગુનો કરવાની એમ. ઓ. તમામ આરોપીઓ નરેશ કટારાના ઘરે આવી ત્યાંથી રાત્રીના ઇકો ગાડીમાં સોસાયટી વસ્તિારમાં જઇ પહેરેલ શર્ટ તથા પેન્ટ કાઢી નાખી તે પેન્ટ શર્ટ કમરના ભાગે બાંધી દઇ ચડ્ડી-બંડી ઉપર જ સોસાયટી વિસ્તારમાં જઇ બંધ મકાનોને ટાર્ગેટ ચોરી કરી તે દરમ્યાન કોઇ જાગી જાય તો માર મારી લુંટ કરી ઇકો ગાડીમાં આણંદ શહેર બહાર ઉમરેઠ,ડાકોર કે ઠાસરા જઇ ત્યાંથી બસ મારફતે દાહોદ જતા રહેવાની ટેવ વાળા છે. ઇકો કારના ચાલક નરેશભાઈ હસનાભાઇ પારસીંગભાઇ કટારા નાઓના પિતા રેલ્વેમાં અગાસ રેલ્વે સ્ટેશનમાં નોકરી કરતા હતા જેથી પોતે આણંદ તથા વિદ્યાનગરના વિસ્તારથી વાકેફ હોઇ તેના ગામના ઉપરોકત પાંચેય માણસો તેના ઘરેઆવી ચોરીઓ કરવા જતા હતા. પકડવા બાકીના આરોપીઓ અગાઉ પણ ઘરફોડ ચોરીઓના ગુનામાં પકડાયેલ છે જે તમામ ને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને પકડાયેલ ઇસમને પુછપરછ દરમ્યાન ઘરફોડ ચોરીના બીજા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાવાની શકયતાઓ છે.ઉપરોકત કામગીરી શ્રી જી.એન.પરમાર, પો.ઇન્સ. એસ.ઓ.જી. શ્રી વાય.આર.ચૌહાણ, પો.ઇ. આણંદ ટાઉન, શ્રી એચ.બી.ચૌહાણ, પો.ઇન્સ. વિદ્યાનગર, શ્રી પી.એ.જાદવ, ઇ.પો.ઇન્સ. એલ.સી.બી. તથા શ્રી એમ.એચ.ભાટી, પો.સ.ઇ. પેરોલ સ્કોડ તથા તેઓની પૌલીસ ટીમો દ્વારા કરવામાં આવેલ છે
આણંદ શહેર તથા વિદ્યાનગર વિસ્તારમાં ધાડ-લુંટના ગુના આચરનાર દાહોદની ચડ્ડી બનીયાનધારી ગેંગના એક ઇસમને પકડતી આણંદ જીલ્લા પોલીસ..
Views: 82
Read Time:7 Minute, 37 Second