ગુજરાત રાજ્ય ની અંદર બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઝોનમાં કારોબારી સમિતી ની રચના કરવામાં આવી છે ત્યારે મોટીસંખ્યામાં પત્રકારો જોડાયા છે ત્યારે દરેક ઝોનમાં જીલ્લા કક્ષાએ અધિવેશન યોજાઇ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન તાલુકા મથક પ્રાંતિજ નજીક આવેલ સાંબડ મહાકાળી માતાજી ના ધામે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાત ના ખુણે ખુણેથી પત્રકારો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
પ્રાંતિજ નજીક આવેલ સાંબડ મહાકાળી મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન મળ્યું હતું જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય કરી ને કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ શાળા ની બાલીકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી તમામને આવકાર્યા હતા તમામ હોદ્દેદારો નું શ્રી મદ્ ભગવદ્ ગીતા તથા ખેસ પહેરાવી ને સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ ના મુખ્ય મહેમાન અને પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે પત્રકાર એ શહેરથી માંડીને ગામડાના માનવી સુધી સરકાર ની યોજના પહોંચાડવામાં મદદરૂપ થાય છે જેથી સરકાર ને મોટી કરવામાં પત્રકાર નો સિંહ ફાળો રહ્યો છે
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવર બા એ જણાવ્યું હતું કે જે રીતે પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારોના જે પ્રશ્નો સરકાર સમક્ષ મુક્યા છે જેમાંથી કેટલાક નું નિરાકરણ આવ્યું છે ત્યારે બાકી ના પ્રશ્નો નું ઝડપી નિવારણ આવે તે માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ને હું રજુઆત કરવાની ખાતરી આપી હતી
ત્યારબાદ સમારંભ ના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ જણાવ્યું હતું કે આ સંગઠન નાના મોટા નો ભેદભાવ નથી રાખતું આ સંગઠન માં તમામ પત્રકારો જોડાઈ શકે છે પરંતુ લે ભાગુ પત્રકાર માટે સંગઠન માં જગ્યા નથી હાલમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે ત્યારે તેને અટકાવવા ની જવાબદારી આપડી છે ત્યારે આપડે પ્રજા ના પ્રશ્નો ઉજાગર કરવા પત્રકાર બન્યા છીએ આમ જણાવી તમામ પત્રકારો ને એકમેક રહેવા આહ્વાન કર્યું હતું અંતે
મેહુલભાઈ પટેલ ને સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ પદે નિયુક્ત કર્યા હતા તથા સાનિયા બેન દિવાન ને મહીલા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી કાર્યક્રમ ના અંતે તમામ પત્રકારો સવરુચી ભોજન લઈ છુટા પડ્યા હતા