ગુજરાતમાં મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈનની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ , રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015 ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્ય વ્યાપી 181 અભયમ મહિલા હેલ્પલાઈન શરુ કરવામાં આવી હતી.જેના આજ રોજ 6 વર્ષ પૂરા થયા છે.181 અભયમ મહિલા દ્વારા માત્ર 6 વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ 8.25 લાખ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ,બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. જયારે ભરૂચ જિલ્લામાં 6 વર્ષમાં 1.98 અને રેસ્ક્યુવાનને 4151 કોલ રિસીવ કર્યા છે. જયારે અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને 1.66 લાખ જેટલા મહિલાને મદદ પુરી પાડી છે.તેમના દ્વારા 1.15 લાખ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો છે . 50,451 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યુ વાન દ્વારા રેસક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવી છે.આજના દિવસે તેમણે ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં 24 X 7 કાર્યરત રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ છે. મહિલાઓની છેડતી પતિથી ત્રસ્ત મહિલાઓ સહિતની પિડીતાઓ અભયમની હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે. ભરૂચ અભયમની ટીમે ઘર છોડીને ગયેલી મહિલાઓને પણ પરિવાર સાથે મિલાપ કરવાની કુંટુબ પૂર્ણ કરવામાં મદદ કરી હતી.
ભરૂચ જિલ્લામાં 2015થી અત્યાર સુધી 1.98 લાખ ફરિયાદ, રેસ્ક્યુવાનનેે 4151 કોલ મળ્યા..
Views: 77
Read Time:2 Minute, 31 Second