ભરૂચના દહેજ બાયપાસ રોડ પર મીરા ઇન્ટરનેશનલ નામની ઓફીસ ખોલી બેઠેલા દત્તક પુત્ર અને પિતાએ લંડન, કેનેડા મોકલવાના નામે વધુ 6 થી લોકો સાથે રૂપિયા 63.50 લાખની છેતરપિંડી કરી હોવાની બીજી ફરિયાદ નોંધાઇ છે.ઝાડેશ્વર રોડ પર ચામુંડા માતા મંદિર પાસે આવેલી સ્વપ્નશ્રુતિ રેસિડેન્સીમાં ગુણવંત નગીનદાસ કનૈયા તેમના દત્તક લીધેલા પુત્ર ભાવિન પંકજ પરમાર અને તેનો ભાઈ ચિરાગ સાથે રહે છે.જેઓની બાયપાસ રોડ પર શિલ્પી સ્કવેરમાં મીરા ઇન્ટરનેશનલ નામની ઓફીસ ચલાવે છે. યુ.કે. કેનેડા સહિતના PR તેમજ વિઝા માટે તેઓનો લોકોએ સંપર્ક કર્યો હતો. અત્યાર સુધી 45 લોકો સાથે વિઝાના નામે લાખોની ઠગાઈની એક ફરિયાદ એ ડિવિઝન નોંધાઇ ચુકી છે ત્યારે બીજી 63.50 લાખની વધુ એક ફરિયાદ દાખલ થઈ છે.ભરૂચના હુસેનિયા વિસ્તાર મદની પાર્કમાં રહેતા રૂકૈયાબાનું પટેલે તેમના પુત્ર સાબિર અને પુત્રીને વિદેશ મોકલવા મીરા ઇન્ટરનેશનલના બે ભાઈઓ અને તેના પાલક પિતાને લાખો રૂપિયા આપ્યા હતા. તેવી જ રીતે અન્ય વિદેશ ઇચ્છુકો સૂફીયા, અફરોઝ, ફરહાના અને ધર્મીષ્ટાએ પણ વિદેશના વિઝા માટે લાખો રૂપિયા ચૂકવ્યા છતાં આરોપીઓએ બોગસ વિઝા આપી ઠગાઈ કરી હતી.વિઝા નહિ અપાવી તેમજ પૈસા પરત નહિ કરતા આ ઠગ પિતા-પુત્રો સામે એ ડિવિઝન પોલીસ મથકે બીજો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
ભરૂચના બે ભાઈઓ અને પાલક પિતા સામે વિદેશ મોકલવાના નામે વધુ એક રૂપિયા 63.50 લાખની ફરિયાદ
Views: 194
Read Time:2 Minute, 1 Second