જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને સમુદ્રમાં SUV કારના સ્ટંટ અને વીડિયો બનાવવા વડોદરાના પંજાબીઓને ભારે પડ્યા હતા. કાર વહેણમાં તણાવા લાગતા કાર ચાલક સ્ટંટમેન એક પંજાબીનો જીવ સ્થાનિકોએ બચાવ્યો હતો.શ્રાવણ મહિનામાં ગુપ્ત તીર્થ જંબુસર તાલુકાના કાવી – કંબોઈ સ્થિત સ્તંભેશ્વરમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. સોમવારે વડોદરાથી SUV કાર લઈ 5થી 7 પંજાબીઓ આવ્યા હતા. જેઓએ તિર્થ સ્થાનની મુલાકાત લઈ દર્શન કર્યા બાદ સમુદ્ર કિનારે મોજમસ્તી કરી હતી.પંજાબીઓ પોતાની SUV કાર સાથે દરિયા કિનારે ફુલસ્પીડમાં ગાડી હંકારી કરતબો શરૂ કરી દીધા હતા. અન્ય સ્થાનિક શ્રદ્ધાળુઓ સાથે પોતાના જીવ પણ જોખમમાં મૂકી કારને કિનારે દોડાવી સ્ટંટ કરવા સાથે વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જોકે, સમુદ્ર દેવ સાથે સરદારજીઓને SUV કાર સાથેના ફિલ્મી સ્ટંટ કરવાનું દુ:સાહસ ભારે પડતા જીવ ગળામાં આવી ગયો હતો.સંધ્યા કાળ અને પૂનમની ભરતીના કારણે દરિયાના વધતા જળસ્તરમાં કાર ફસાતા જોખમી કરતબ કરતો કાર ચાલક પંજાબીનો જીવ પણ પડીકે બંધાયો હતો. સાથે રહેલા અન્ય પંજાબીઓની મસ્તી હવે કાર અને જીવ ઉપર આફતમાં ફેરવાઈ ગઈ હતી. દરિયાના વધતા પાણી, કાદવમાં કાર ફસાતા હવે અફરતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થળ પર હાજર પોલીસ અને સ્થાનિકોએ કાર નજીક દોડી જઇ અંદર સવાર અને કરતબો કરી રહેલા પંજાબીને હેમખેમ બહાર કાઢી લીધો હતો. મંગળવારે પાણી ઉતરતા દરિયા કિનારે ફસાઈ ગયેલી કારને પણ બહાર કાઢી લેવામાં આવી હતી.સ્તંભેશ્વરના મહંત વિદ્યાનંદજીએ જણાવ્યું હતું કે, એસયુવી કાર લઈ વડોદરાથી સોમવારે 5થી 7 પંજાબીઓ આવ્યા હતા. જેઓ દરિયા કિનારે કાર સાથે પાણીમાં જોખમી કરતબો કરી રહ્યાં હતાં. કાર ફસાઈ જતા કરતબ કરનાર યુવાન ફસાયો હતો. જેને સ્થાનિક લોકો અને પોલીસે કારમાંથી બહાર કાઢી બચાવી લીધો હતો. આ યુવાનોના નામ થામ જાણવા મળ્યા નથી પરંતુ વીડિયો બનાવવા આવા જોખમી કરતબો કરવા જોઈએ નહીં, આનાથી તેમના અને અન્યના જીવ જોખમમાં મુકવવા સાથે મોટી હોનારત સર્જાઈ શકે છે.
વીડિયો બનાવો પડ્યો ભારે, વીડિયો બનાવવા 15 લાખની SUV કારને દરિયાના પાણીમાં ચલાવી, વહેણ આવતા કાર તણાઇ, સ્થાનિકોએ જીવ બચાવ્યો..
Views: 68
Read Time:3 Minute, 1 Second