0 0 0 0 0 0 0
આધાર કાર્ડ અપડેટ નહિં થાય તો જે તે કર્મચારીનું પી.એફ. જમા થશે નહિં
0 0 0 0 0 0 0
ભરૂચ જિલ્લામાં ૧૦૦૭૧ ખાતાઓ આધાર કાર્ડથી લીંક કરવાના બાકી
0 0 0 0 0 0 0
ભરૂચ : ભવિષ્ય નિધિ સંગઠન(પી.એફ.) દ્વારા ૧ લી સપ્ટેમ્બર – ૨૦૨૧ થી દેશભરના તમામ કર્મચારીઓ માટે આધારકાર્ડ આવશ્યક કરવામાં આવેલ છે. નવા નિયમના આધારે સંસ્થા અને કર્મચારીઓના પી.એફ. જમા કરાવવા માટે આધાર કાર્ડને યુએએન નંબર સાથે લીંક કરવું ફરજીયાત થયેલ છે. જો આધાર કાર્ડને યુએએન નંબર સાથે લીંક કરવામાં નહિં આવે તો પીએફ જમા થશે નહિં. ક્ષેત્રિય કાર્યાલય ભરૂચ ખાતે કુલ ૨૧૯૯૭૪ એક્ટિવ પી.એફ. સદસ્ય છે. જેમાં ૯૫% ખાતાઓ આધાર કાર્ડથી લીંક થઈ ગયેલ છે. પરંતુ ૧૦૦૭૧ ખાતાઓ આધાર કાર્ડથી લીંક કરવાના બાકી છે. પી.એફ. ક્ષેત્રિય કાર્યાલય ભરૂચના પી.એફ. કમિશનર શ્રી ધનવંતસિંહે જણાવ્યું હતું કે, જિલ્લાની સંસ્થાઓને મેસેજ અને ઈ-મેલ દ્વારા તેમની સંસ્થાના સદસ્યોના આધાર કાર્ડને યુએએન નંબર સાથે લીંક કરાવવાની જાણકારી આપવામાં આવી છે. જો આધાર કાર્ડ અપડેટ નહિં થાય તો જે તે કર્મચારીનું પી.એફ. જમા થશે નહિં અને જે સંસ્થાના કર્મચારીનું પી.એફ. મોડું જમા થશે તો વિભાગ દ્વારા વ્યાજ સાથે પેનલ્ટી વસુલ કરવામાં આવશે એમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.