શુક્લતીર્થ ગામે અસામાજીક તત્વોનો આતંક, ગરીબોના ઘરો તોડવાની ધમકી….
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ઇન્દ્રસિંહ નામના ઈસમે ગામમાં રહેતા 8 થી 10 ગરીબ પરિવાર જે છેલ્લા 95 વર્ષ થી રહે છે જે ઘરો ઉપર ગામમાજ રેતા ઇન્દ્રસિંહ પરમાર નામના ઈસમ જે ધાક ધમકીઓ આપી ઘરો ખાલી કરી નાખો બાકી રાતે તમે સૂતા હસો ત્યારે જીસિબી ફેરવી નાખીશ તેવી ધમકીઓ આપી દરાવી રહ્યો હોવાની વાત ગરીબ પરિવારો માં ચર્ચા ચાલી રહી છે શુકલતીર્થ ગામના ગરીબ પરિવારો આજે નબીપુર પોલીસ મથકે પોતાના પરિવાર સાથે અંદાજિત 95 વર્ષ ના દાદા ને સાથે લઈ આવી ઇન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ફરિયાદ કરતી અરજી આપી હતી જેમાં જણાવ્યા અનુસાર ઘટ 17 તારીખ ના રોજ ગામ પંચાયત માં તલાટી એ વસાવા ચંદુ ભાઈ, ગોકુળ મોટી, કમલેશ ભારમલ, જીવણ હશું ભાઈ ને પંચાયત માં બોલવું કહ્યું હતું કે તમારા ઉપર ઇન્દ્રસિંહ પરમાર એ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી છે તમે લોકો એ જમીન પચાવી પાડી છે ખાલી કરી નાખો બાકી તમને ફિટ કરી આપીશ તો અમે જણાવ્યું હતું કે અમને અરજી બતાવો તો તલાટી એ બતાવી નહિ અને કહ્યું કે તમારા જવાબ લખવી દો તો અમે કહ્યું હતું કે અમે 95 વર્ષ થી ઐયાજ રહીએ છે તો કેવી રીતે અમારા ઉપર લેન્ડ ગ્રેબીન થઈ શકે વધુ માં અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇન્દ્રસિંહ પરમાર એ ગામમાં આવેલું કુળ દેવીનું મંદિર તોડી નાખી પોતાના અંગત ફાયદા માટે ગોડાઉન બનાવી નાખ્યું છે અને આદિવાસી સમાજ ની આસ્થાને ઠેસ પોહચાડી છે તે બદલ પર ઇન્દ્રસિંહ પરમાર ઉપર કાર્યવાહી કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે અને વધુ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમારા ઘરો ની આગળ દીવાલ પર ઊભી કરી દીધી છે જેનાથી કોઈનું મોત થાઈ તો પણ ખૂબ મુશ્કેલી ઊભી થાય છે મીડિયા સમક્ષ નિવેદન માં ગરીબ પરિવારના લોકો એ જણાવ્યું હતું કે અમે લોકો ત્યાં 95 વર્ષ થી અમારા બાપ દાદા ના સમય થી રહીએ છીએ અમોને ત્યાજ રેહવા દો અમે ગરીબ છીએ નહિ તો અમને ઈચ્છા મૃત્યુ આપી દો તો અવે જોવાનું રહ્યું કે ભરૂચ ના કલેકટર, ભરૂચ જિલ્લા પોલીસ વડા, અને નબીપુર પોલીસ આમા શું કાર્યવાહી કરી ગરીબ લોકોને ન્યાય અપાવે છે કે પછી ગરીબોને બેસહારા છોરી દે છે એ જોવું રહ્યું…