ભરૂચ : ભોલાવ ગામમાં આવેલ તળાવનું રૂ.20 લાખના ખર્ચે બ્યુટીફીકેશન શરૂ થયું
ભરૂચ જિલ્લાના ભોલાવ ગામમાં આવેલ ભોલાવ તળાવ કેટલા સમયથી જાણે અદ્રશ્ય થઈ ગયેલ હોય અને તેના નિર્માણની કામગીરી ભોલાવ સરપંચ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સોસાયટીના રહીશોની માંગણીને આધારે વોકિંગ પાથ, લાઇટિંગ અને વૃક્ષો સાથેનું પીકનીક પોઇન્ટ બનાવવાની ગ્રામ પંચાયતના સરપંચ કાવાયત કરી રહ્યા છે. તે માટે તળાવ બનાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે ચોમાસા પૂર્વે પૂરી કરી એક પીકનીક પોઇન્ટની ભેટ લોકોને આપવાની ગામના સરપંચ અને સભ્યો આશા રાખી રહ્યા છે.
ભોલાવનું તળાવ જેનું અસ્તિત્વ પણ ના રહે તેવી દશા થઈ હતી જે ભોલાવના ઇન્ચાર્જ સરપંચ અને સભ્યોના પ્રયાસોથી હવે ભૃગુઋષિ ઓવરબ્રિજ પરથી પસાર થતા નજરે પડે છે. આ તળાવનું 14 માં નાણાં પંચની ગ્રાન્ટ અને સ્વંભંડોળની ગ્રાન્ટના કુલ રૂ.20 લાખના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવનાર છે. ભોલાવ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ અને સભ્યોએ જણાવ્યું હતું કે અહીં વોકિંગ પાથ, લાઈટીંગ, વૃક્ષો તેમજ બેસવા સહિતની વ્યવસ્થા કરી એક સુંદર પીકનીક પોઇન્ટની ભેટ લોકોને આપવા અમે જઈ રહ્યા છે. જેની મોટાભાગની કામગીરી ચોમાસા પૂર્વે પૂરી થઈ જાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વિકસતા ભોલાવને તળાવના બ્યુટીફીકેશન બાદ એક પીકનીક પોઇન્ટની ભેટ મળનાર છે જે અન્ય ગ્રામ પંચાયત માટે પણ પ્રેરણા પૂરી પાડે તેમ છે.