ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં તા.૦૧/૦૨/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ (ગ્રામ્ય વિભાગ)ના મામલતદાર શ્રીમતી માધવી ડી.મિસ્ત્રી, વી.સી.ટી. તેમજ એમ.એમ.એમ.સી.ટી. ના ટ્રસ્ટીશ્રીઓ, પરવીનબેન દિલાવર વલી તથા હસીનાબેન હારૂનભાઈ પટેલ,વિદેશથી પધારેલ મહાનુભાવો,આમંત્રિત મહેમાનો, વાલીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆનથી કરવામાં આવી.અત્રે ઉપસ્થિત મહાનુભવોનું અંગ્રેજી માધ્યમના આચાર્યા સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રી નું શાલ તથા પુસ્તક આપી પુષ્પ ગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યુ.પ્રોગ્રામને આગળ ધપાવતા ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા “અલ્લાહના ૯૯ શ્રેષ્ઠ નામ” લય સાથે રજૂ કરવામાં આવ્યા.ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની-નાની બાળાઓ દ્વારા “વેલકમ સોન્ગ”, ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘‘મોબાઇલની બબાલ” પર હાસ્ય રસિક ડ્રામા રજૂ કરાયું. ટી.વાય.બી.એ.અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની દૂધવાલા ઝેબાનું ટ્રોફી આપી પ્રમુખપદે ઉપસ્થિત માધવીબેન મિસ્ત્રી ના શુભ હસ્તે સન્માન કરવામાં આવ્યું.આ સાથે અંગ્રેજી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ ઇસ્લામિક આધારિત “મેં બનના ચાહતી હું” કૃતિ રજૂ કર્યા બાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા “ પિઝા પે ચર્ચા” ની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી . ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ “સૈનિકોના જીવન ચરિત્ર” આધારિત માઇમ એકટ રજૂ કર્યુ, તથા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઆએ “ સાઇબર ક્રાઈમ” પર નુકકડ નાટક રજૂ કર્યુ. ત્યાર બાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વી.સી.ટી. સંકુલનું ગૌરવ દર્શાવતું“ વી.સી.ટી. તરાના” અનેરા અંદાજમાં રજૂ કર્યુ. અંતમાં કેમ્પસની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા સંકુલની થયેલ પ્રગતિ દર્શાવતી “ઉડાન” કૃતિ રજૂ કરી.આ સાથે અત્રે પધારેલ શ્રીમતી માધવીબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલ ઉમંગને બિરદાવતા એમનું મનોબળ વધે એ માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા. કાર્યક્રમને સમાપન તરફ લઇ જતા કેમ્પસના સી.ઈ.ઓ. નુસરતજર્હાએં સમગ્ર વી.સી.ટી. પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભવોનો તેમણે આપેલ અનમોલ સમય માટે આભાર વ્યકત કર્યો સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ,વિદ્યાર્થીનીઓ,વાલીઓ કે જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સિંહફાળો આપ્યો એ તમામનો પણ ખરા દિલથી આભાર વ્યકત કર્યો.અંતમા મૌલાના ઈબ્રાહીમભાઇએ ટ્રસ્ટીશ્રીઓ,તમામ કર્મચારીઓ તેમજ તમામ વિદ્યાર્થીનીઓની પ્રગતિ માટે દિલથી દુઆ કરી હતી.
વી.સી.ટી. કન્યા શૈક્ષણિક સંકુલ માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી
Views: 43
Read Time:4 Minute, 18 Second