વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અધધધ…. કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરુચથી વડોદરા તરફની ટ્રેકના ટોલબુથ પહેલા વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન ભરુચ તરફથી એક ટાટા ટેમ્પોનો ચાલક પોલીસને વાહન ચેકિંગ કરતા દુરથી જોઇ જતા પોતાનો ટેમ્પો ઉભો કરી દીધેલ જેથી તેના ઉપર શંકા જતા સ્ટાફના પોલીસ માણસોએ ટેમ્પો પાસે જઈ ટેમ્પો ચેક કરતા તેમાં ડ્રાઇવર તથા તેની સાથે બીજો એક ઇસમ એમ કુલ ૨ ઇસમો બેઠેલ હતા જે બન્નેને ટેમ્પામાં શુ ભરેલ છે તે બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછતા તેઓ બન્ને જણાએ ટેમ્પામાં પાછળ રાખેલ કન્ટેનરમાં વિદેશીદારૂનો જથ્થો ભરેલ હોવાની હક્કીત જણાવતા સ્ટાફના માણસોએ ટેમ્પાને બન્ને ઇસમો સાથે પોલીસ પહેરા હેઠળ કરજણ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા.
પોલીસે તપાસ કરતા ટેમ્પો નં. MH-12-LT-6566 ના પાછળના ભાગે રાખેલ કન્ટેનરમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ પેટી નંગ- ૧૯૯૯ જેમા કુલ બોટલ નંગ ૯૫,૯૫૨ તથા છુટ્ટી બોટલ નંગ ૧૪, જે મળી કુલ બોટલ નંગ- ૯૫,૯૬૬ કિ.રૂ. ૯૫,૯૬,૬૦૦/- નો વિદેશી દારુનો જથ્થો તથા મોબાઇલ ફોન નંગ- ૨ કિ.રૂા. ૨૦,૦૦૦/- તથા ટાટા ટેમ્પો નં. MH-12-LT-6566 જેની કિ.રૂા. ૧૦,૦૦,૦૦૦/ તથા GPS ટ્રેકર કીરૂ. ૨,૦૦૦/- નુ મળી કુલ કી.રૂ. ૧,૦૬,૧૮,૬૦૦/- (એક કરોડ છ લાખ અઢાર હજાર છસ્સો) ના મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે (૧) અથુલ ગંગાધરણ પીલ્લઇ ઉવ. ૩૬ રહે, ચાપરાયલ વીલા કોન્ગાલ તા. પરવુર જી. કોલ્લમ, કેરલા ૬૯૧૩૦૧ (૨) અનીશકુમાર ઉન્ની હીરાવા ઉવ. ૩૦ રહે, નીથુ ભવન કુલાથુરકોનમ પુથેનકુલમ પોસ્ટ ચીરાકારા જી. કોલ્લમ, કેરલ ૬૯૧૫૭૮ નાઓની ધરપકડ કરી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી ચાર ઇસમો વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો…
તસ્લીમ પીરાંવાલા….કરજણ…