અંકલેશ્વરમાં GIDCમાં આવેલી ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઈવેટ કંપનીમાં ગતરાત્રિના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી. જેમાં આઠથી દસ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.અંકલેશ્વર GIDCમાં ચાર દિવસ પહેલા કાકડીયા કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થઈને આગ લાગવાની ઘટના બની હતી. જોકે તેમાં કોઈ જાનહાની નહિ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ગતરાત્રિના અંકલેશ્વર GIDCમાં આવેલી ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે બ્લાસ્ટ થતાં કંપનીમાં નાસભાગ સાથે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અંદાજીત 8થી 10 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે જાણવા મળતી માહિતી મુજબ બ્લાસ્ટ થતા પતરા ઉડ્યા હતા, જેથી નજીકમાં સુઈ રહેલા એક બાળકને વાગતા તેને પણ ઇજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમના લાશ્કરો અને પોલીસ ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી કામગીરી હાથ ધરી હતી. બનાવી જાણ થતાં જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત GPCB વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર GIDCની ટેગ્રોસ કંપનીમાં બ્લાસ્ટ:કામ કરતા આઠથી દસ લોકો સહિત બાજુમાં સુતેલો એક બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડ્યા; રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો
Views: 159
Read Time:2 Minute, 1 Second