રાજપીપળા વિસાવગા ફળિયામાં જુગારના અડ્ડા પર રેડ કરતા દોડધામ સાત (૭) ખાનદારી નબીરાઓ ઝડપાયા..
રાજપીપળા વિશાવગા ફળિયામાં જુગારના અડ્ડા પર રેડ કરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં (૭) સાત જેટલા ખાનદાની નબીરાઓ ઝડપાયા હતા. આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી અ.હે.કો પ્રકાશભાઈ રામભાઈ રાજપીપળા એ જાતે ફરિયાદી બની સાત (૭) આરોપીઓ પ્રશાંતભાઈ ગોપાલભાઈ પ્રજાપતિ, નયનભાઈ રણછોડભાઈ ભોઈ બંને (રહે,વિશાવગા, ભોઇવાડ,રાજપીપળા), ગૌરવકુમાર રમેશભાઈ પ્રજાપતિ, સુનિલભાઈ નટવરભાઈ વણકર બંને ( રહે, કુંભારવાડ,રાજપીપળા) હિમાંશુભાઈ નટવરભાઈ કાછીયા (રહે, કાછીયાવાડ,) પ્રતિકભાઇ અંબાલાલ પારથી (રહે,રાજપીપળા રેલવે સ્ટેશન બાજુમાં ) શંકરભાઈ ઉર્ફે રાકેશભાઈ ગણપતભાઈ માછી (રહે,નવા ફળિયા, રાજપીપળા ) સામે જુગારની ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે જાહેરમાં હારજીતના પાન પત્તાપાનાનો જુગાર રમતાં તેઓની અંગજડતી લેતા જુદા જુદા દરની ચલણી નોટો રૂ. 8840 /- તથા દાવ પર રૂ.1540/- પાના પત્તા સાથે મળી કુલ કિં. રૂ. 10,380/- ના મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.