કોન્ટ્રાકટર દ્વારા કોઈજ તકેદારી રાખવામા ન આવી રહી હોય તેવા નગરજનોના ઉઠ્યા સવાલો હાલ કોરીનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે કોરોના વાઇરસ સમગ્ર ભારત દેશને ભરડામાં લઈ લીધો છે લોકોમાં કોરાના વાઇરસનો ભય પલ પલ સતાવી રહ્યો છે કોરોના વાઈરસ ઉપર અંકુશ લાવવા સરકાર દ્વારા કેટલીક ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ટકેદારીના ભાગ રૂપે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમા માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને સેનીતાઈજરથી હાથ ધોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આ ગાઇડલાઇનનું પાલન ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે, આમોદ પોલીસ દ્વારા કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે લોકોમાં જાગૃતિ અભિયાનના કાર્યકમ યોજી માસ્ક વિતરણ કરવામાં આવી રહયા છે તેમ છતાં ઘોર બેદરકારી દાખવતા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતે જ સરકારની ગાઈડ લાઇનનો ભંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો આમોદ ખાતે કેમેરામાં કંડારાઈ જવા પામ્યા છે.
આમોદ ખાતે આવેલ ઉત્તર બારા જૂથ પાણી પુરવઠા યોજના આમોદ હેડ વર્કસ ઝોન-1 જે આમોદ તાલુકાના લગભગ 10 જેટલાં ગામોમાં પીવાનું પાણી પૂરું પાડે છે ત્યાં હાલ પાણીના સંગ્રહ માટે પાણીની ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યુ છે તેમ જાણવા મળ્યું છે તો ત્યાં કામ કરતાં કામદારો જાણે કોરોના નો કોઈ જ ડર ન હોય તેમ બિન્દાસ્ત પણે માસ્ક પહેર્યા વિના કામ કરી રહ્યા છે સાથે સાથે શોશ્યલ ડિસ્ટન્સ નો પણ અભાવ જોવા મળી રહ્યો છે તો સવાલ એવો ઊભો થાય છે કે શુ આ કામ કરી રહેલા કામદારો ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા દેખરેખ રાખવામાં નથી આવતી કે પછી કામદારોને માસ્ક પહેરવા માટે કોન્ટ્રાકટર દ્વારા સૂચન કરવામાં નથી આવતું કે પછી આ માસ્ક પહેર્યા વિના કામ કરી રહેલા કામદારો કોરોના વાઇરસના ભોગ નહી બને તેમ કોઈકના દ્વારા સાચી ભવિષ્યવાણી કરવામાં આવી છે તેવી અનેક ચર્ચાનો વંટોળ આમોદ તાલુકામાં વાયુ વેગે ફૂંકાય રહ્યો છે જો માસ્ક પહેર્યા વિના ફરતા લોકોથી વાઈરસ ફેલાય કે પછી તેઓ કોરોના વાઇરસનો ભોગ બને તો જવાબદાર કોણ ? શુ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ ચાલી રહેલ તેમની સાઈડો ઉપર આટલું ધ્યાન પણ રાખવામાં નથી આવતું કે પછી કોન્ટ્રાક્ટરો દ્વારા જ તેમનું માસ્ક ન પહેરવા સૂચન કરાઇ રહ્યુ છે જેવા અનેક સવાલોનો ધમધમાટ આમોદ તાલુકામા શરૂ થયો છે.
આમ તો આમોદ તાલુકો અનેક વાર કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારની નગર જનોની ઉઠી રહેલ બૂમોથી ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે ત્યારે હાલ હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આમોદ તાલુકામાં જ્યાં જ્યાં કોન્ટ્રાકટરો દ્વારા કામ કરાવાઈ રહયા છે ત્યાં આવા માસ્ક પહેર્યા વિના તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો હોય તેવી કોન્ટ્રાક્ટરોની સાઇડો ઉપર જઈ તપાસ હાથ ધરી કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી કાયદો માત્ર કાગળ ઉપર રહેશે તે જોવાનુ બાકી રહ્યુ