ભરૂચના કાનમ પ્રદેશમાં કપાસના મબલખ પાકનો ઉતારો
ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કાનમ પ્રદેશમાં આ વર્ષે કપાસની ઊંચી ઉત્પાદકતા જોવા મળી છે. જેને કારણે ખેડૂતો ખુશ થયા છે. કાનમ પ્રદેશ જે કપાસની જુદી જુદી જાતોનું વાવેતર કરે છે. ત્યાં અત્યારે એપ્રિલ મહિનામાં પણ ખેડૂતો કપાસનું ઉત્પાદન પણ લઈ રહ્યા છે.ગત ચોમાસામાં ભરૂચ જિલ્લામાં કપાસનું મોટાપાયે વાવેતર થયું હતું. ચોમાસાની શરૂઆત પણ સારી હતી. બાદમાં કપાસના છોડ સારી રીતે વિકાસ પામ્યા હતા. જે દરમિયાન બે ત્રણ અઠવાડિયા વરસાદની ખેંચ થતા કપાસના ક્યાંક કપાસના નાના છોડના પાન મુરઝાયા હતા.બાદમાં સતત બે માસ સુધી વરસાદ પડતાં કપાસના છોડમાં પૂરતો વિકાસ થયો. તેમજ શિયાળામાં ઠંડીનું પ્રમાણ પણ સારું રહેતા કપાસના છોડમાં પુષ્કળ ફૂલો આવ્યા હતા. કપાસ માટે હવામાન અનુકૂળ રહેતા ખેડૂતોને કપાસની ઊંચી ઉત્પાદકતા મળી. આમ દર વર્ષે થતા ઉત્પાદન કરતા વધુ ઉત્પાદન ખેડૂતોને મળતા ખેડૂત વર્ગ આગામી વર્ષે વધુ કપાસનું વાવેતર કરશે તેવું કહી રહ્યા છે.