ભરૂચ એસ.ઓ.જી પોલીસે વાગરા તાલુકાનાં મુલેરથી ચાંચવેલ જવાના રોડની બાજુમાં સરકારી પડતર જમીનમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ની ક્રૂડ ઓઇલની પાઈપલાઈન ઉપર ખાડો ખોદી પંચર કરી તેના પર વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગનાં એક સભ્યની ધરપકડ કરી છે તેમજ અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.
આ ગેંગ ભુગર્ભમાંથી પસાર થતી ક્રૂડ ઓઇલની લાઈનની માહિતી મેળવી રેકી કરી ક્રૂડ ઓઇલની પાઇપ લાઈનમાં પંચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં માહેર છે.
એસ.ઓ.જી પોલીસે ગેંગમાં સામેલ આમોદ તાલુકાનાં આછોદ ગામના ઈમ્તિયાઝ એહમદ દેડકો પટેલની ધરપકડ કરી છે તેમજ અન્ય બે ઈસમો (૧) ઇકબાલ નિઝામ પઠાણ રહે.આછોદ તા.આમોદ, (૨) વિજય ઉર્ફે મુન્નો ગણપત ભાઈ ગોહિલ રહે. ભાયલી વડોદરા નાઓને વોન્ટેડ જાહેર કરાયા હતા.
આ ગેંગમાં સામેલ બે ઈસમો વિજય ઉર્ફે મુન્નો અને ઈમ્તિયાઝ દેડકો પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેઓ આ અગાઉ આણંદ રૂરલ વિસ્તારમાં ઓ.એન.જી.સી. ની પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરવાના ગુનામાં તેમજ ઈમ્તિયાઝ વાગરા પોલીસ મથકે ઓ.એન.જી.સી। ની ડ્રિલિંગ પાઇપો ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.
આ ગેંગ દ્વારા ચોરી કરવામાં આવતું ક્રૂડ ફરનેશ ઓઇલ અને સસ્તા ફ્યુલ તરીકે વેચવામાં આવતું હતું, હાલ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેમજ પાઈપલાઈનમાં વાલ્વ બેસાડવામાં અંદરનાં કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમતા શરૂ કર્યો છે…!!