વાગરા પોલીસે મુલેર ચોકડી પાસેથી એક ટ્રેલરને રોકી તલાશી લેતાં તેમાંથી ટીમને સળિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે ટીમે ટ્રેલરના ચાલકનું નામ નાનેશ્વર છગન પાટીલ (રહે. રેશમી વિહાર, નારોલ, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની સાથેના ક્લિતરનું નામ વંશ ઉર્ફે રીક્કી જીવણકુમાર દેવરાજ (રહે. પઠાણકોટ, પંજાબ) હોવાનું માલુમ પડ્યું હતું. અંગે તેની પાસે કોઇ કાગળ નહીં મળતાં તે અંગે પુછતાં જણાવ્યું હતું કે, તેના મિત્ર ટ્રેલર ચાલકે મુલેરથી ચાંચવેલ જવાના રોડ પર એક બંધ હોટલમાં સળિયાનો જથ્થો ઉતાર્યો હતો. જેથી ટીમે તેને સાથે રાખી સ્થળ પર ત્યાં અન્ય એક ટ્રેલર હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ટીમે તેના ચાલકનું નામ પુછતાં તેનું નામ ધનારામ પુનમારામ ચૌધરી (રહે. સિયોલોન, બાડમેર, રાજસ્થાન) હોવાનું માલુમ પડયું હતું. ટીમે બન્ને પાસેથી કુલ 2.30 લાખની મત્તાના 5750 કિલો સળિયા તેમજ બન્ને ટ્રેલર મળી કુલ 24.30 લાખનો મુદ્દામાલ ટીમે 41(1)ડી હેઠળ જપ્ત કરી ત્રણેય વિરૂચ ગુનો નોંધી તેઓ સળિયાનો જથ્થો ક્યાંથી લાવ્યાં, તેના આધારપુરાવા છે કે કેમ તે સહિતની વિગતો મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં છે.
ચાંચવેલની બંધ હોટલમાંથી સળિયા લઇ જતા બે ટ્રેલરને પોલીસે અટકાવ્યાં
Views: 51
Read Time:1 Minute, 45 Second