“કોડેઇન ડ્રગ્સનુ ગેરકાયદેસર રીતે વેચાણ/સંગ્રહ કરતા આરોપીની ધરપકડ કરતી એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય”

Views: 80
0 0

Read Time:3 Minute, 17 Second

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.બી.વાળા નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અ.હે.કો. મહેશભાઇ પરષોત્તમભાઇ રાઠોડ તથા આ.પો.કો. ત્રિલોકકુમાર પોપટલાલ જોષી નાઓને ખાનગી રાહે અને આધારભુત બાતમી હકીકત મળેલ કે, બાવળા તાલુકાના બલદાણા ગામે શ્રીજી કલીનીક નામનું દવાખાનું ચલાવતા બી.એ.એમ.એસ.ડૉકટર હરેશભાઇ દુલાભાઇ માણીયા નાઓ પોતે ડૉકટર તરીકે દવાખાનું ચલાવતા હોય અને તેની આડમાં નશાકારક કોડેઇન યુકત કફ સીરપની બોટલો ગેર કાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી તેનું અન અધિકૃત રીતે ઉંચા ભાવે પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરતા હોવાની હકીકત આધારે રેઇડ કરતાં હરેશભાઇ દુલાભાઇ માણીયા(પટેલ) હાલ રહે- ૨૬, સહજાનંદ રેસીડેન્સી વિભાગ-૧ રજોડા રોડ બાવળા જી.-અમદાવાદ મુળ રહે- ઢાંકણકુંડા તા-શિહોર જી.-ભાવનગર નાઓ પોતાના ક્લીનીક ઉપર નશાકારક કોડેઇન યુક્ત કફ સીરપની બોટલ નંગ-૨૯ તથા પોતાના રહેણાક મકાન બાવળા ખાતેથી નશાકારક કફ સીરપની બોટલો નંગ-૩૮૦ સાથે કુલ બોટલ નંગ-૪૦૯ કિ.રૂ.-૫૯,૭૪૨/- મળી આવેલ મુદ્દામાલ કબજે કરી સદરી આરોપી વિરુદ્ધ કેરાલા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૬૨૨૦૦૦૮/૨૦૨૨ NDPS કલમ- ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હસ્તગત કરેલ મુદામાલ :-(૧) કુલ બોટલ નંગ-૪૦૯ કિ.રૂ.-૫૯,૭૪૨/- નો મુદ્દામાલ(૨) રોકડ રૂ.-૬૦૦/-(૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.-૧૦૦૦/- કુલ મળેલ મુદ્દામાલની કુલ કિ.રૂ.-૬૧,૩૪૨/- આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી ડી.બી.વાળા એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી જયસ્વાલ તથા એ.એસ.આઇ. ભરતસિહ ખુમાનસિહ તથા અ.હે.કો. મહેશભાઇ પરષોત્તમભાઇ તથા આ.પો.કો. સહદેવસિહ રામસિહ, આ.પો.કો. ત્રિલોકકુમાર પોપટલાલ તથા ડ્રા.પો.કોન્સ. વિષ્ણુભાઇ ભગવાનભાઇ તથા ડ્રા.પો.કોન્સ. જગદિશભાઇ સોમાભાઇ નાઓ જોડાયેલ હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પત્રકાર એકતા સંગઠનની ધારદાર રજૂઆતનો અસરકારક પડઘો પડ્યો

Sun Feb 13 , 2022
Spread the love             પત્રકાર એકતા સંગઠનના સમસ્ત ગુજરાતના વિવિધ ઝોનમાં ઉપસ્થિત ડેલીગેશન સાથે સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલને ગત દિવસોમાં વિવિધ માંગણીઓ જેવી કે માહિતી ખાતામાં નાના અને મધ્યમ અખબારોને જાહેરખબરો સંદર્ભે પડતી તકલીફો અને એક્રેડિટેશન કાર્ડ અંગે સચોટ […]

You May Like

Breaking News

error: Content is protected !!