તારીખ 19 9 2020 ના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ કોવિડ 19 ના કેસ વધતા અમદાવાદ શહેરના સામાજિક સક્રિય કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરી દ્વારા જમાલપુર રાયખડ અને અલગ-અલગ વિસ્તારમાં જઈ સેનેટાઇઝ કરવામાં આવ્યું. જેમાં રાયખડ ખાતે કોટની રંગ, રાયખડ પોલીસ લાઇન , સૈયદ વાડ, સૈયદ અશ્કરી મિયાની મસ્જિદ, પુંજાલાલ ની ચાલી, પાર્વતી ની ચાલી, રોહિલા વાડ , પથ્થર વાલી મસ્જિદ, યાસીન ની મસ્જિદ ની પાસે, મેથડી ચર્ચ તથા દિવાન બંગલો ને સનેટાઈઝ કરવામાં આવ્યું.
અમદાવાદ શહેરના સામાજિક કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરી ના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું. આમાં મસ્જિદના ટ્રસ્ટી ઈમરાન ભાઈ કાદરી, ( પત્રકાર ) જાવેદ કુરેશી , ( એડવોકેટ ) આઇ.એમ. મુનશી લોકો , અબ્રાહમ મન્સૂરી , સામાજિક કાર્યકર્તા પૂનમ ચૌધરી, મમદ ભાઈ શેખ, ફરજાના બેન કાદરી તથા તારીખ ચિસ્ટી સ્થાનિક લોકો નો સહયોગ મળ્યો હતો તથા અમદાવાદ મૂનસીપાલટી કોર્પોરેશન ની ટીમ દ્વારા સાથ સહકાર પૂરતો સહયોગ મળ્યો હતો…..
અમદાવાદ શહેર માં કોરોના વાયરસ ના વધતા કેસ ને ધ્યાન માં લઇ ને સામાજિક કાર્યકર્તા એ સેનેતાઇઝ કરાવ્યું.
Views: 77
Read Time:1 Minute, 30 Second