Read Time:1 Minute, 11 Second
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા અનુરોધ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચ : કોરોનાકાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય આપતી “મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના” અમલમાં છે. કોરોનાકાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં એકવાલી(માતા કે પિતા) ગુમાવનાર બાળકોનો પણ સરકારશ્રી દ્વારા સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજનાઓ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જુની કલેક્ટર કચેરી, કણબીવગા ભરૂચનો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.